
આવતીકાલે દિલ્હી ખાતે ત્રણ દિવસીય સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદનો આરંભ – રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન
- સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે
- આવતીકાલે દિલ્હી ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન
દિલ્હી – ભારત દેશ પીએમ મોદીના નેતૃ્ત્વ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે, આત્મનિર્ભર ભઆરત અંતર્ગત અનેક હથિયારો પણ દેશમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છએ ત્યારે વિદેશમાં પણ હવે સંરક્ષણને લઈને ભારત પ્રસંશાને લાયક બન્યું છે આ બાબતે ભારત અનેક પરિષદ અને બેઠક પણ યોજી રહ્યું છે ત્યારે આવતી કાલે સંરક્ષણને લઈને એક આંતરરાષ્ટ્રી પરિષદનો આરંભ થવા જઈ રહ્યો છે.
આવતી કાલે 12 એપ્રિલને બુધવારના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં ડિફેન્સ ફાયનાન્સ એન્ડ ઈકોનોમિક્સ પર ત્રણ દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓને વર્તમાન બદલાતા સુરક્ષા પડકારોના સંદર્ભમાં સંરક્ષણ નાણા અને અર્થશાસ્ત્ર પર તેમના મંતવ્યો અને અનુભવો શેર કરવાની તક પૂરી પાડશે.
આ કોન્ફરન્સમાં યુએસએ, યુકે, જાપાન, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને કેન્યાના પ્રતિનિધિઓ ભાગ લેવા જઈ રહ્યો છે આ પરિષદને લઈને સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ સંમેલનનો ઉદ્દેશ્ય વિવિધ દેશોની શ્રેષ્ઠ પ્રથાઓ, અનુભવો અને કુશળતાને પ્રસારિત કરવાનો છે.
આ સહીત મંત્રાલયનું કહેવું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભરતાના સરકારના વિઝનને પ્રોત્સાહન આપવા માટે આ કોન્ફરન્સ વિદેશી સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વૈશ્વિક નેતાઓ સાથે સહયોગની તક પણ પૂરી પાડશે.