
દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વઘુને વઘુ મજબૂત બનીને કામ રહી રહી છે પીએમ મોદીના આત્મનિર્ભર ભારત હેઠળ પણ સેનાઓને પુરતા પ્રમાણમાં હથિયારો અને સાઘનો મળી રહ્યો છએ ત્યારે વિદેશ પાસેથી પણ ખરીદી કરીને દેશની સેનાઓને નવી પોંખો આપવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં હવે વિતેલા દિવસને શુક્રવારે રક્ષા મંત્રાલયે 45 હજાર કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદીને મંજૂરી આપી દીઘી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંરક્ષણ મંત્રાલયે રૂ. 45,000 કરોડના ખર્ચે ધ્રુવ શોર્ટ રેન્જ એર-ટુ-સર્ફેસ મિસાઇલો અને 12 Su-30 MKI ફાઇટર સહિત વિવિધ હથિયાર પ્રણાલીઓ અને અન્ય સાધનોની ખરીદી માટેના નવ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ કુલ નવ પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપી હતી.
આ સહીત સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સંરક્ષણ અધિગ્રહણ પરિષદ એ આશરે રૂ. 45,000 કરોડના મૂલ્યના નવ મૂડી સંપાદન દરખાસ્તો માટે જરૂરિયાત મુજબ મંજૂરી આપી છે વઘુ માહિતી પ્રમાણે આ તમામ ખરીદી ભારતીય વિક્રેતાઓ પાસેથી કરવામાં આવશે, જે ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને હાંસલ કરવા તરફ ભારતીય સંરક્ષણ ઉદ્યોગને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.
આ બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે હવે સ્વદેશીકરણ તરફની મહત્વાકાંક્ષાઓને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે. “ભારતીય-સ્વદેશી ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત પ્રોજેક્ટ્સ માટે 50 ટકા સ્વદેશી સામગ્રી મર્યાદાને બદલે, અમારે લઘુત્તમ 60-65 ટકા સ્વદેશી સામગ્રીનું લક્ષ્ય રાખવું જોઈએ
આ સહીત પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદી અવરોધ વચ્ચે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના માળખા હેઠળ ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.આ વર્ષની શરૂઆતમાં અનેક પ્રસંગોએ એરક્રાફ્ટમાં ટેકનિકલ ક્ષતિઓ નોંધાયા બાદ ડોર્નિયર એરક્રાફ્ટની ચોકસાઈ અને વિશ્વસનીયતામાં સુધારો કરવા માટે ભારતીય વાયુસેનાના એવિઓનિક્સ અપગ્રેડેશનના પ્રસ્તાવને અનુસરવાનું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મંત્રાલયે કહ્યું કે DAC એ ભારતીય નૌકાદળ માટે નેક્સ્ટ જનરેશન સર્વે વેસલ્સની ખરીદીને પણ મંજૂરી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડોર્નિયર એરક્રાફ્ટના એવિઓનિક્સ અપગ્રેડેશનને સુનિશ્ચિત કરવા માટે ભારતીય વાયુસેનાના પ્રસ્તાવને પણ જરૂરી તરીકે મંજૂરી આપવામાં આવી હતી.