1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીથી લંડનની બસ યાત્રા કરી શકેશે મુસાફરો – 70 દિવસમાં 18 દેશો ફરવા મળશે
દિલ્હીથી લંડનની બસ યાત્રા કરી શકેશે મુસાફરો – 70 દિવસમાં 18 દેશો ફરવા મળશે

દિલ્હીથી લંડનની બસ યાત્રા કરી શકેશે મુસાફરો – 70 દિવસમાં 18 દેશો ફરવા મળશે

0
Social Share
  • દિલ્હીથી લંડન બસમાં કરી શકાશે યાત્રા
  • 15 લાખનું હશે પેકેજ જેમાં દરેક સુવિધાો મળશે
  • 46 વર્ષ બાદ આ સેવાનો ફરીથી લાભ લઈ શકાશે

દિલ્હીઃ- હવે જો તમે રોડ ટ્રિપ દ્રારા દિલ્હીથી વિદેશ જવાની ઈચ્છા ઘરાવશો તો તો પુરી ચોક્કસ થશે, તે પણ આઘુનિક સુવિધા વાળી બસમાં મુસાફરી કરવાની તક મળશે,ભારત-મ્યાનમાર સરહદ પરની અવર જવર સામ્નય થતા આ સેવા શરુ કરવામાં આવશે.

આ બસના સંચાલન વિશે કહેવામાં આવી રહ્યું છે  કે સપ્ટેમ્બરમાં આ વર્ષે પ્રથમ બસ તેમના મુકામ સુધી જવા માટે રવાના થશે 46 વર્ષ પછી આ બીજી તક હશે, જ્યારે લોકોને દિલ્હીથી લંડનથી બસ સર્વિસનો આનંદ માણવાની તક મળશે. જેમાં 15 લાખના પેકેજમાં વિઝા અને વિવિધ દેશોમાં આધારિત બધી સેવાઓ શામેલ છે.

બ્રિટીશ કંપનીએ વર્ષ 1957 માં લંડન-કોલકાતા દ્વારા બસ સેવા શરૂ કરી હતી. બસ દર્ઘટના થયાના થોડા વર્ષો પછી, બ્રિટીશ પેસેન્જરએ સિડની-ઇન્ડિયા-લંડન વચ્ચેની બસ સેવા શરૂ કરી, જેણે 1976 સુધી ચાલવાનું શરૂ કર્યું. તે સમયે, ઈરાનની આંતરિક પરિસ્થિતિ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણની સ્થિતિને જોતા બંધ થઈ ગઈ હતી.

એકવાર ફરીથી ભારતની એક ખાનગી કંપની આ દિશામાં કામ કરી રહી છે.આ બસનો રુટ બદલીને હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને બદલે, મ્યાનમાર, થાઇલેન્ડ, ચીન, કિર્ગીઝસ્તાનમાંથી ફ્રાંસ સુધી લાવવામાં આવશે.ત્યાર બાદ અંગ્રેજી ચેનલને પાર કરવા ક્પઝનો સહારો લેવાશે. એડવેન્ચર્સ ઓવરલેન્ડથી ‘બસ ટુ લંડનની’ ની પહેલ હેઠળ, 18 દેશો માં 20 હજાર કિમી ફરીને 70 દિવસમાં મુસાફરી કરી શકે છે.

કંપનીએ 2017 અને 2019 ની વચ્ચે નાના અને વૈભવી વાહનો સાથેનો માર્ગ પરિક્ષમ કરવાનો અથાગ  પ્રયાસ કર્યો છે. તે સફળ થયો છે. પરંતુ કોરોના મહામારીને લીધે, લગભગ બે વર્ષ સુધી પ્રગતિ થઈ શકતી નથી. પરિસ્થિતિ સામાન્ય થતા જ ટૂંક સમયમાં જ સેવા શરૂ કરવાની યોજના છે.

ફ્રાંસ અને લંડનની વચ્ચેની ફેરી સેવા દ્વારા, બસ ફ્રાંસથી યુકે ડોવર સુધી લઈજવામાં આવશે. તેને પાર કરવા માટે લગભગ બે કલાક લાગશે. આ પછી પેસેન્જર લંડન માટે જશે.જૂની બસની જેમ, નવી બસમાં 20 બેઠકો હશે. દરેક પેસેન્જરને અલગ કેબિન હશે. તે ઊંઘવા અને પીવાથી સુવિધાઓ હશે. આ બસમાં મુસાફરી કરનારા લોકો માટે, વિઝા સહિતના બધા જરૂરી દસ્તાવેજો સાથે મુસાફરી કરવાની તક મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code