કેન્દ્રના વટકહૂટક સામે આજે દિલ્હીના સીએમ કેજરિવાલ મહારેલી યોજશે – આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
- કેન્દ્રના વટકહૂટક સામે સીએમ કેજરીવાલની આજે મહારેલી
- કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
દિલ્હીઃ-આજે દિલ્હીના આપના નેતા કેજરીવાલ એક મહારેલી આયોજન કર્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ રેલી કેન્દ્ર સરકારના વટહુકમ સામે નીકાળવામાં આવી રહી છે.દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગે કેન્દ્રના વટહુકમ સામે આજે આમ આદમી પાર્ટીની મેગા રેલીના સ્થળ રામલીલા મેદાનમાં અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાનારી આમ આદમી પાર્ટીની ભવ્ય રેલીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ રેલીમાં હજારો લોકો આવવાની આશા છે. લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી છે. રેલીને સફળ બનાવવા માટે AAPના દિલ્હી રાજ્ય સંયોજક અને મંત્રી ગોપાલ રાય એક દિવસ પહેલા રામલીલા મેદાન પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે રેલીમાં એક લાખ લોકો આવવાની સંભાવના છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની લગભગ 12 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સીસીટીવી દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવશે.જેથી કરીને કોઈ અનઈચ્છનીય ઘટના ન બની શકે.
આ સાથે જ રામલીલા મેદાનના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવશે. રેલીના સ્થળે પ્રવેશનારાઓની તલાશી લેવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મેદાનમાં હાજર રહેશે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા છે, જેના કારણે દિલ્હી ટ્રાફિક પોલીસને પણ કાર્યક્રમ દરમિયાન વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આ રેલીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન સહિત ઘણા ટોચના નેતાઓ ભાગ લેશે. આ સિવાય સૌરભ ભારદ્વાજ, આતિશી અને સંજય સિંહ પણ આ કાર્યક્રમમાં પહોંચે તેવી શક્યતા છે.
આ બાબતે પાર્ટીના પ્રવક્તા રીના ગુપ્તાએ કહ્યું કે આ રેલીમાં એક લાખ લોકો ભાગ લેશે. ધુમાં કહ્યું કે અમે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. અમે લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને તેમને આ વટહુકમની અસર વિશે પણ જણાવી રહ્યા છીએ.