1. Home
  2. ગુજરાતી
  3. દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો
દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

0
Social Share
  • ઈડીના સમન્સને કેજરિવાલે ગેર કાનૂની ગણાવ્યો
  • પોતે ઈમાનદાર હોવાનો કેજરિવાલે કર્યો દાવો
  • ભાજપાએ સીએમ કેજરિવાર ઉપર કર્યાં આકરા પ્રહાર
  • કેજરિવાલને સમગ્ર કેસના માસ્ટમાઈન્ડ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કથિત દારુ કૌભાંડ મામલે ઈડીએ ફટકારેલા સમન્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે લેખીતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ સમન્સ રાજકીય રીતે પ્રરિત છે અને ઈડીએ તેને પરત લઈ લેવો જોઈએ. તેમજ મારી પાસે છુપાવવા જેવુ કંઈ જ નથી. હું તમામ કાનૂની સમન્સને માનવા તૈયાર છું આ સમન્સ પણ ગત સમન્સની જેમ ગેર કાયદેસર છે. મે મારુ જીવન ઈમાનદારી અને પારદર્શિતાથી જીવ્યું છે.

દરમિયાન ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ અરવિંદ કેજરિવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપાએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને માસ્ટરમાઈન્ડ દર્શાવ્યાં છે. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, તેમણે મનીષ સિસોદીયાને સુળી પર ચડાવી દીધા છે, તેઓ તપાસમાં સહયોગ કરી રહ્યાં નથી, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે અને જેલમાં તમામ આસનની સુવિધાઓ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારને બુધવારે ઈડી સમક્ષ હાજર થવાનું હતું. જો કે, તેઓ વિપશ્યના જવા માટે રવાના થયા હતા. જો કે, તેઓ વિપશ્યનાના કયાં શહેરમાં ગયા છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે, તેમને મંગળવારે જવાનું હતું જો કે, વિપક્ષી એકતા ગઠબંધનની બેઠકને કારણે તેમણે પ્રવાસ એક દિવસ માટે ટાળ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code