1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ફરી કોર્ટે આપ્યો ઝટકો – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ફરી કોર્ટે આપ્યો ઝટકો – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ફરી કોર્ટે આપ્યો ઝટકો – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

0
Social Share
  • મંત્રી સત્યેન્દ્ર જૈમની મુશ્કેલીઓ વધી
  • ફરી કોર્ડે 14 દિવસની કસ્ટડજીમાં મોકલ્યા

દિલ્હીઃ- આપના નેતા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી મની લોન્ડરિંગના કેસમાં ઈડીની કસ્ટડીમાં છે,ત્યારે હવે તેમની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ છે. આ જ કેસમાં ઈડીએ 30 મેના રોજ તેની ધરપકડ કરી હતી.ત્યાર બાદ 9 જૂન સુધી કસ્ટડીમાં હતા ત્યાર બાદ તે 13 જૂન સુધી કસ્ટડિમાં રાખવાનો કોર્ટનો આદેશ હતો અને હવે તેઓ વધુ 14 દિવસની કસ્ટડિમાં મોકલાયા છે

ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. જેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓની સંપત્તિનો સમાવેશ થાય છે.

આ સાથે જ મંત્રી પર આરોપ લાગ્યો છે કે તેણે દિલ્હીમાં અનેક શેલ કંપનીઓ શરૂ કરી છે અથવા ખરીદી છે. તેણે કોલકાતામાં ત્રણ હવાલા ઓપરેટરોની 54 શેલ કંપનીઓ દ્વારા 16.39 કરોડ રૂપિયાનું કાળું નાણું પણ લૉન્ડર કર્યું હતું. રિપોર્ટ મુજબ, 2015માં કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા બાદ જૈનના તમામ શેર તેમની પત્નીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ કેસને લઈને છેલ્લા ઘણા દિવસોથી મંત્રી જેન સમાચારોની હેડલાઈનમાં છવાયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code