
દિલ્હીઃ પ્રાચીન હનુમાન મંદિરમાં સાંસદ નવનીત રાણાએ હનુમાન ચાલીસા કરી
મહારાષ્ટ્રમાં આજાન અને હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે ભાજપના સાંસદ નવનીત રાણાએ આજે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર હનુમાન ચાલીસા વાંચી હતી. હનુમાન મંદિરમાં નવનીત રાણાની સાથે તેમના પતિ અને ભાજપના નેતા-કાર્યકરોએ પણ હનુમાન ચાલીસાનું પાઠન કર્યું હતું.
ભાજપના સાંસદ નવનીત રાણાએ કહ્યુ હતુ કે, રાણા દંપતી કોઈના રિમોટ કંટ્રોલથી ચાલતા નથી, ભાજપના પણ નહીં. અમે મહારાષ્ટ્રના લોકોને ઉદ્ધવ ઠાકરેમાંથી મુક્તિ અપાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા. જેલમાં દરરોજ 101 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, હુ નથી ઈચ્છતી કે કોઈ પણ નિર્દોષ જેલ જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈથી હનુમાન ચાલીસા પાઠ પર શરૂ થયેલુ રાજકારણમાં હવે દિલ્હી પહોંચ્યુ છે. નવનીત રાણા પોતાના પતિની સાથે અહીં અડગ છે અને ઉદ્ધવ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. અગાઉ રાણા દંપતીએ 23 એપ્રિલે આઈપીસીની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા બાદ બંને સોમવારે મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરીને ઘટનાક્રમ વિશે વિસ્તારથી જાણકારી આપી હતી.