Homeગુજરાતી‘કભી ઈદ કભી દિવાલી’ સલમાન ખાનની ફિલ્મનું પોસ્ટર રિલીઝ - જોવા મળ્યો...

‘કભી ઈદ કભી દિવાલી’ સલમાન ખાનની ફિલ્મનું પોસ્ટર રિલીઝ – જોવા મળ્યો હટકે લૂક

  • સલમાન ખાનની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર રિલીઝ
  • કભી ઈદ કભીદિવાલીનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર સમલાન ખાનના ચાહકો તેની ફિલ્મને લઈને ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે આવી સ્થિતિમાં સલમીન ખીને ચાહકોને ખુશ ખબર આપ્યા છે.સલમાન ખાને તેની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીની જાહેરાત કરી ત્યારથી જ ચાહકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે.

આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પૂજા હેગડે અને આયુષ શર્મા સાથે જોવા મળશે. હવે સલમાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયો છે. આ લુકમાં સલમાન ખાન જે અવતારમાં જોવા મળી રહ્યો છે તે ખૂબ જ રસપ્રદ લાગી રહ્યો છે. જોકે, આમાં સલમાનનો ચહેરો સંપૂર્ણ રીતે દેખાતો નથી. પરંતુ તેના વાળ લાંબા દેખાય છે. આ સાથે, તમે તેના હાથમાં બ્રેસલેટ પણ જોઈ શકાય છે

અભિનેતા એ પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે ‘નવી ફિલ્મનું શૂટિંગ શરૂ.’ પોસ્ટરને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલમાન ફિલ્મમાં જોરદાર એક્શન કરતો જોવા મળશે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી આ પોસ્ટર પર પ્રેમની વર્ષા થઈ રહી છે. રિતેશ દેશમુખે પણ સલમાનનું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે, ‘ભાઉ’.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પૂજાએ પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તેણે સલમાનનું બ્રેસલેટ હાથમાં પકડ્યું હતું. ફોટો શેર કરતા પૂજાએ લખ્યું, ‘શૂટિંગ શરૂ થઈ ગયું.’ આયુષ પણ ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં તે તેના પરિવાર સાથે હિમાચલમાં છે કારણ કે તેના દાદાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું.

જાણકારી મળી રહી છે કે થોડા દિવસો પહેલા શહનાઝ ગિલ વિશે સમાચાર આવ્યા હતા કે તે પણ આ ફિલ્મમાં સામેલ થશે. સલમાન ખાને પોતે શહનાઝનો સંપર્ક કર્યો છે. આ સમાચાર જાણ્યા બાદ શહનાઝના ફેન્સ ઘણા ખુશ છે. 

જો કે, સમાચાર એવા પણ આવ્યા હતા કે સલમાને શહનાઝને આ ફિલ્મ માટે પોતાની ફી જાતે ફાઇનલ કરવા કહ્યું છે. સામાન્ય રીતે નિર્માતાઓ ફી માટે કલાકારોનો સંપર્ક કરે છે. પરંતુ સલમાને શહનાઝને કહ્યું છે કે તે પોતે જે ફી માંગે તે કહી શકે છે. જો કે આ અંગે શહનાઝ કે સલમાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 

 

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular