
દિલ્હી:એસ. ઈકબાલ સિંહ લાલપુરાએ રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો
- રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે એસ. ઈકબાલ સિંહ
- આજે નવી દિલ્હીમાં NCM ના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો
- અધ્યક્ષ તરીકે ફરીથી નામાંકિત થયા બાદ આજે સંભાળ્યો ચાર્જ
દિલ્હી:રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે એસ. ઈકબાલ સિંહ લાલપુરાની નિયુક્તિ કરવામાં આવી છે.12 એપ્રિલના રોજ લધુમતી બાબતોમાં મંત્રાલયના જાહેરનામાં દ્વારા અધ્યક્ષ તરીકે ફરીથી નામાંકિત થયા ,જે બાદ આજરોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ, NCM ના અધ્યક્ષ તરીકે એસ. ઈકબાલ સિંહ લાલપુરાએ ચાર્જ સંભાળ્યો છે.
NCMના અધ્યક્ષ તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, તેમણે લઘુમતીઓની ફરિયાદોનું નિવારણ થાય અને તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા કેન્દ્રિત અભિગમ સાથે તમામ લઘુમતીઓના કલ્યાણ માટે અથાક કામ કર્યું છે.