દિલ્હી: યમુના ખાદર વિસ્તારમાંથી હેન્ડ ગ્રેનેડ મળ્યા બાદ સનસનાટી, NSG બોમ્બ સ્ક્વોડે ડિફ્યુઝ કર્યો
- શનિવારે સાંજે મળ્યો હેન્ડ ગ્રેનેડ
- દિલ્હી પોલીસે NSGને આપી સુચના
- NSG એ હેન્ડ ગ્રેનેડને કર્યો ડિફ્યુઝ
દિલ્હી: રાજધાનીના યમુના ખાદર વિસ્તારમાં એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો.દિલ્હી પોલીસે આ અંગે NSGને જાણ કરી, ત્યારપછી NSGની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આ હેન્ડગ્રેનેડને ડિફ્યુઝ કર્યો હતો.
પોલીસે માહિતી આપી હતી કે ગ્રેનેડ જોવામાં થોડો જૂનો લાગતો હતો. હાલ આ ગ્રેનેડ આ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ઘટના અંગે જણાવવામાં આવ્યું કે, શનિવારે મોડી રાત્રે મયુર વિહારના DND ફ્લાયઓવર પાસે એક હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો.માહિતી મળતાં જ મયુર વિહાર પોલીસ સ્ટેશનની ટીમ અને પૂર્વ દિલ્હી જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તરત જ NSG ટીમને મામલાની જાણ કરી. NSGની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઘણી તપાસ અને પ્રયત્નો બાદ હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યો હતો.
દિલ્હીમાં વિસ્ફોટકો મળવાનો આ બહુ નવો મામલો નથી. 25 એપ્રિલે દક્ષિણ દિલ્હીના મોહમ્મદપુર વિસ્તારમાં પણ હેન્ડ ગ્રેનેડના સમાચાર આવ્યા હતા. આ મામલાની તપાસ કરવા બોમ્બ સ્કવોડની ટીમ પહોંચી હતી.
આ પહેલા દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક ઘરમાંથી IED મળી આવ્યો હતો.આ IED એક બેગમાં એક શંકાસ્પદ સીલબંધ પેકેટમાં હતો.આ પહેલા દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડી વિસ્તારમાં વિસ્ફોટકોથી ભરેલી બેગ પણ મળી આવી હતી.


