
- કોરોનાની સ્થિતિ મામલે દિલ્હી યલો શ્રેણીમાં
- લાગી શકે છે અનેક પ્રતિબંધો
- આજે અધિકારીઓની મહત્વની બેઠક
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો નોંધા્ઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સોમવારે સતત બીજા દિવસે સંક્રમણ દર .50 ટકાથી ઉપર રહ્યો હતો. જેના કારણે દિલ્હી યલો એલર્ટની રેન્જમાં આવી ગયું છે. આજરોજ મંગળવારે તેના અમલીકરણ અંગે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાશે.
દિલ્હી યલો શ્રેણીમાં લાદવાના નિર્ણયના આધારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પણ યલો એલર્ટ પર આદેશ જારી કરી શકે છે. આ પછી દિલ્હીમાં જાહેર પરિવહન સેવાઓ 50 ટકા સાથે ચાલે તેવી શક્યતાઓ છે. તે જ સમયે, દિવસ દરમિયાન બજારો પણ ઓડ-ઇવન ફોર્મ્યુલા પર ખુલશે. બીજી તરફ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત અન્ય ઘણી પ્રવૃત્તિઓ બંધ રહેશે.
બીજી તરફ ડીડીએમએ સોમવારે સવારે નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. આવશ્યક નાગરિક સેવાઓ સાથે સંકળાયેલા લોકો સિવાય, દરેકને રાત્રે 11 વાગ્યાથી સવારના 5:00 વાગ્યાની વચ્ચે દિલ્હીના રસ્તાઓ પર બહાર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં સંક્રમણ દર સતત બીજા દિવસે .50 ટકાથી ઉપર રહ્યો.
આ સાથે જ રવિવારે .55 ટકા અને સોમવારે .68 ટકા હતો. કોવિડ માટે બનાવવામાં આવેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન નિયમો હેઠળ હવે દિલ્હીમાં યલો એલર્ટની સ્થિતિ બની ગઈ છે. આ સંદર્ભમાં, સોમવારે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે પરિસ્થિતિની ચર્ચા થઈ હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંગળવારે તેના પર વિચારણા કરવામાં આવશે.
આ સાથે જ નાઈટ કર્ફ્યૂ દરમિયાન દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓ, આવશ્યક ચીજવસ્તુઓ ખરીદનારા અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ અને એરપોર્ટ પર આવતા-જતા લોકોને છૂટ આપવામાં આવશે. કર્ફ્યુમાંથી મુક્તિ અપાયેલોમાં કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ, ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓ, તબીબી કર્મચારીઓ અને મીડિયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.ત્યારે હવે આજે યોજાનારી બેઠકમાં કેટલાકર પ્રતિબંદો લાગૂ કરવામાં આવી શકે છે.