1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ બનીઃફરી એક્યૂઆઈ 256 નોંધાયો
દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ બનીઃફરી એક્યૂઆઈ 256 નોંધાયો

દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ બનીઃફરી એક્યૂઆઈ 256 નોંધાયો

0
Social Share
  • દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ
  • એક્યૂઆઈ 256ને પાર

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની આબોહવા છેલ્લા કેટલાક સમયથી ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી છે ત્યારે ફરી દિલ્હીની હવાનીગુણવત્તા બગળતી જોવા મળી છે.દિલ્હી-એનસીઆરમાં હવામાં સામાન્ય સુધારો થયો છે જો કે તે મહત્તમ તો ન જ કહી શકાય

ફરી એક વખત દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ નબળીમાંથી નબળી શ્રેણીમાં આવી ગઈ છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, રવિવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 256 નોંધાયો છે. આ પહેલા શનિવારે દિલ્હીનો  એક્યૂઆઈ 281 નોઁધાયો હતો. આના એક દિવસ પહેલા તે 314 નોંધાયો હતો

આ સાથે જ ફરીદાબાદનો એક્યૂઆઈ 221, ગાઝિયાબાદનો 264, ગ્રેટર નોઈડામાં 192, ગુરુગ્રામનો 268 અને નોઈડાનો એક્યૂઆઈ 218 હતો. આગામી બે-ત્રણ દિવસ સુધી, હવાની ગુણવત્તા રાત્રે અત્યંત નબળી શ્રેણીમાં અને દિવસ દરમિયાન પણ નબળી શ્રેણીમાં રહેશે. તેનું મુખ્ય કારણ રાત્રે ગગડતો પારો અને દિવસ દરમિયાન તડકો પડતો હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઠંડી વધવાના કારણે અને વાહન વ્યવહારથી લઈને ફેક્ટરિઓ સુધીના ઘૂમાડાથી વિઝિબિલીટી પણ ઘણી વખત ઓછી થતી હોય છે, વિતેલા દિવસે દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code