1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવા આજે પણ ખરાબ સ્થિતિમાં, એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર
દિલ્હીની હવા આજે પણ ખરાબ સ્થિતિમાં, એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર

દિલ્હીની હવા આજે પણ ખરાબ સ્થિતિમાં, એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર

0
Social Share

દિલ્હી- દેસની રાજધાની દિલ્હીમાં દિવાલીના પર્વ પહેલા જ સતત વાયુ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અહીની હવાની ગુણવત્તા દિવસેને દિવસે કહર શ્રેણીમાં જોવા મળી રહી છે ત્યારે આજ રોજ પણ દિલહીવાસીઓ ને ખરાબ હવામાં શ્વાસ લેવો પડી રહ્યો છે .

પ્રાપ્ત માહિતી અનુસાર અનેક  પ્રયાસો છતાં દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. ધુમ્મસ છે, લોકો આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ઘણા રાજ્યોને ફટકાર લગાવી છે અને તેમને તાત્કાલિક પરસળ સળગાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

 આ સહિત દિલ્હીમાં કડક GRAP પ્રતિબંધો દિલ્હીમાં પણ લાગુ છે, પરંતુ આજે પણ AQI સ્તર 450 થી ઉપર રહે છે, જે ખૂબ જ ખતરનાક શ્રેણીમાં આવે છે. આવી પ્રદૂષિત હવા લોકોને અનેક ગંભીર રોગોનો શિકાર બનાવી શકે છે.

તે જ સમયે, પ્રદૂષણને કારણે, ગૌતમબુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં ધોરણ 10 સુધીની શાળાઓને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. અનુમાન છે કે આગામી છ દિવસમાં દિલ્હીનું વાતાવરણ અત્યંત ખરાબથી ગંભીર શ્રેણીમાં પહોંચી શકે છે.

આજરોજ બુધવારે સવારે 5 વાગ્યે, AQI સ્તર આનંદ વિહારમાં 452, RK પુરમમાં 433, પંજાબ બાગમાં 460 અને ITOમાં 413 નોંધાયું હતું. ઘણી જગ્યાએ પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર મહત્તમ 500 સુધી પહોંચી ગયું છે. જો કે દિવાળી પહેલા હળવા વરસાદ અને પવનને કારણે પ્રદૂષણથી રાહત મળે તેવી આશા છે. આ સાથે સમગ્ર દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધવાની સંભાવના છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code