1. Home
  2. ગુજરાતી
  3. SC-ST એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસ કરવાની માગણી, નકલી કેસ ધંધો બની ગયાનું કહેનાર એક્ટ્રેસ સામે FIR
SC-ST એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસ કરવાની માગણી, નકલી કેસ ધંધો બની ગયાનું કહેનાર એક્ટ્રેસ સામે FIR

SC-ST એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસ કરવાની માગણી, નકલી કેસ ધંધો બની ગયાનું કહેનાર એક્ટ્રેસ સામે FIR

0
Social Share

મુંબઈ : મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. તેના પર આરોપ છે કે તેણે પોતાના ભાષણમાં એક જાતિ વર્ગના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ભાષણમાં તેણે એસસી-એસટી એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસની માગણી કરી હતી. તેની વિરુદ્ધ મહારાષ્ટ્રના બિડ જિલ્લાના પરલી શહેરમાં પ્રેમનાથ જગતકર નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે અને તેના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે.

જાણકારી મુજબ, અભિનેત્રી કેતકી ચિતલેએ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ પરલીમાં આયોજીત બ્રાહ્મણ એક્ય પરિષદ સંમેલનમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે કહ્યુ હતુ કે એસસી-એસટી અધિનિયમ હેઠળ ખોટા કેસ નોંધાવા એક રેકેટ બની ગયું છે. માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ જાણકારી મેળવવી જોઈએ કે અત્યાચાર અધિનિયમ હેઠળ કેટલા કેસ નોંધયા છેઅને તેમાંથી કેટલાક ખોટા છે.

તેમના આ ભાષણ બાદ ઓનલાઈન એક સ્થાનિક પ્રેમનાથ જગતકરે સુના અને પરલી શહેર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે. તેના પછી આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન દાવો કરાયો છે કે એસસી-એસટી અધિનિયમ હેઠળ ખોટા મામલા નોંધવાનું એક રેકેટ બની ગયું છે અને ગત પાંચ વર્ષોમાં દાખલ આવા તમામ કેસોની તપાસની માગણી કરી છે.

મરાઠી અભિનેત્રીએ ટીપ્પણી કરી છે કે અત્યાચાર કરીને નાણાં કમાવવા એક ધંધો બની ગયો છે. તેનું આખું રેકેટ છે. ઘણાં ખોટા કેસ દાખલ થાય છે. તેણે આ દરમિયાન મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા આરક્ષણ આંદોલનની પણ ટીકા કરી અને કથિતપણે આને મૂર્ખોનો મેળો ગણાવી દીધો.

હવે અહેવાલ છે કે શુક્રવારે કેતકી ચિતલે વિરુદ્ધ આઈપીસની કલમ-295-એ હેઠળ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી અને કલમ-502-(2) પ્રમાણે વર્ગોની વચ્ચે દુશ્મની પેદા કરવાના મામલે એફઆઈઆર કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા કેતકી ચિતલે પર આરોપ લાગ્યો હતો કે તેણે એનસીપીના સુપ્રીમો શરદ પવાર વિરુદ્ધ કથિતપણે વાંધાજનક ટીપ્પણી કરી હતી તેના પછી 2022માં તેણે એક માસથી વધુ સમય જેલના સળિયા પાછળ રહેવું પડયું હતું. ત્યારે તેણે તે વર્ષે 15 મેએ એક ફેસબુક પોસ્ટ કરી હતી અને તેના બદલ તેને એરેસ્ટ કરવામાં આવી હતી. તેણે કથિતપણે પવાર પર લખેલી એક કવિતા શેયર કરીી હતી. તેમાં તેણે તેમને બ્રાહ્મણોથી નફરત કરનારા વ્યક્તિ ગણાવ્યા હતા. તે સમયે, તેની વિરુદ્ધ મુંબઈ અને તેના ઉપનગરોના ઘણાં પોલીસ સ્ટેશનોમાં મામલો નોંધાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code