1. Home
  2. ગુજરાતી
  3. ઇઝરાયેલના બોમ્બ વિસ્ફોટમાં હમાસ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફનું મોત
ઇઝરાયેલના બોમ્બ વિસ્ફોટમાં હમાસ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફનું મોત

ઇઝરાયેલના બોમ્બ વિસ્ફોટમાં હમાસ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફનું મોત

0
Social Share

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવાૈ મળી રહી છે આ યુદ્ધમાં હજારો લોકો મોચને ઘાટ ઉતર્યા છે. ઈઝરાયલ દ્રારા ગાઝા પટ્ટીમાં તેની ભીષણ બોમ્બમારો હાલ પણ શરુ જ છે.

 ઈઝરાયલના આ હવાઈ ​​હુમલામાં ધ્વસ્ત ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના 250 થી વધુ લક્ષ્યાંકો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં એક મસ્જિદની નજીક સ્થિત રોકેટ પ્રક્ષેપણ સ્થળનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમાન્ડ સેન્ટર્સ, ટનલ અને રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા હતા. IDFએ જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી ઉદ્દેશ્યોને અનુસરવા માટે રહેણાંક વિસ્તારોનો ઉપયોગ કરે છે. IDFએ જણાવ્યું હતું કે રોકેટ લોન્ચર્સ રહેણાંક વિસ્તારોના મધ્યમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને યુદ્ધ દરમિયાન ઇઝરાયેલ તરફ ગોળીબાર કરવામાં આવ્યા હતા.

ઝરાયેલી સેનાએ થોડા સમય માટે ઉત્તરી ગાઝામાં જમીન પર હુમલો કર્યો. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, દુશ્મન વિસ્તારમાં પ્રવેશતા પહેલા સૈનિકોએ ગાઝામાં કલાકો સુધી જમીની હુમલા પણ કર્યા હતા.

ત્યારે હવે ઇઝરાયેલી સૈન્યએ વિતેલા દિવસને ગુરુવારે દાવો કર્યો હતો કે હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફ શાદી બરુદ ગાઝામાં તેમના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. IDFએ 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવા માટે હમાસના નેતા યાહ્યા સિનવર સાથે કામ કરવાનો બારુડ પર આરોપ મૂક્યો હતો.બારુડે અગાઉ ખાન યુનિસ વિસ્તારમાં બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું અને આતંકવાદી જૂથના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા,

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code