1. Home
  2. ગુજરાતી
  3. રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશ દેશમુખે એક્ટિંગમાં કરી કારકિર્દી,જાણો તેના જન્મદિવસ દિવસ પર તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો
રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશ દેશમુખે એક્ટિંગમાં કરી કારકિર્દી,જાણો તેના જન્મદિવસ દિવસ પર તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો

રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશ દેશમુખે એક્ટિંગમાં કરી કારકિર્દી,જાણો તેના જન્મદિવસ દિવસ પર તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો

0
Social Share
  • બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખનો આજે જન્મદિવસ
  • રાજકીય પરિવારમાંથી હોવા છતાં એક્ટિંગમાં બનાવી કારકિર્દી
  • જાણો તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો

મુંબઈ:રિતેશ દેશમુખ સ્વર્ગસ્થ વિલાસરાવ દેશમુખના પુત્ર છે. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રિતેશને 2 ભાઈઓ અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ છે અને તે બંને રાજકારણમાં પણ છે.રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશે અલગ થઈને અભિનેતા બનવાનું નક્કી કર્યું.જ્યારે રિતેશે પોતાની કરિયરની શરૂઆત કરી ત્યારે બધાને લાગ્યું કે,તે આ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શકશે નહીં.પણ રિતેશે એ બધાના મોં બંધ કરી દીધા. રિતેશને આજે અભિનય કરતા 19 વર્ષ થઈ ગયા છે.

રિતેશે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2003માં તુઝે મેરી કસમથી કરી હતી.આ ફિલ્મમાં રિતેશ સાથે જેનેલિયા ડિસોઝા હતી. બંનેએ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. કોને ખબર હતી કે સાથે ડેબ્યૂ કરનાર આ જોડી રિયલ લાઈફમાં પણ સુંદર કપલ બનશે.

રિતેશે તેની કારકિર્દીની શરૂઆતમાં કોમેડી ભૂમિકાઓ કરી હતી અને દર્શકોએ તેને આવા રોલમાં પસંદ પણ કર્યો હતો, પરંતુ પછી રિતેશે વિલન બનીને એક્સપેરીમેંટ કરવાનું નક્કી કર્યું અને તેણે એક વિલન ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી.રસપ્રદ વાત એ છે કે રિતેશ વિલન બનીને પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ પછી તે મરજાવા ફિલ્મમાં પણ નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો.

અભિનયમાં પોતાની શ્રેષ્ઠતા બતાવ્યા બાદ રિતેશે નિર્માતા તરીકે પણ કામ કર્યું હતું.વર્ષ 2013માં તેણે મુંબઈ ફિલ્મ કંપની નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું.

એક ઈન્ટરવ્યુમાં રિતેશને પૂછવામાં આવ્યું કે,શું તે ક્યારેય રાજનીતિમાં ભાગ લેશે ત્યારે તેમણે કહ્યું હતું કે, રાજનીતિ કોઈ રેસ્ટોરન્ટ નથી કે તે એક્ટિંગની સાથે તેને પણ ચલાવે.આ સંપૂર્ણ સમયની પ્રતિબદ્ધતા છે. હું અત્યારે જે કરી રહ્યો છું તેનો મને આનંદ છે.મારા ભાઈઓ રાજકારણમાં સારું કરી રહ્યા છે, તેથી તેને તે કરવા દો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code