1. Home
  2. ગુજરાતી
  3. ધારાવી –એક માનવ કેન્દ્રિત નવસર્જન
ધારાવી –એક માનવ કેન્દ્રિત નવસર્જન

ધારાવી –એક માનવ કેન્દ્રિત નવસર્જન

0
Social Share

ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગ્રુપ)

ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની મહેચ્છાની યાદીમાં ભારતના બે સ્થળોનો સમાવેશ હતો. કે જેની તેઓ મુલાકાત લેવા ઈચ્છતા હતા: આગ્રાનો  તાજમહેલ અને બીજો મુંબઇનો ધારાવી.

દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા જાણવાનો પ્રથમ અવસર ૧૯૭૦ના દાયકાના આખરમાં મને મળ્યો હતો. જ્યારે દેશના તમામ યુવાનોની જેમ જીંદગીમાં કંઇક કરી દેખાડવાની તમન્ના લઇને મેં પણ મુંબઈમાં મારો પગ મૂક્યો. આ સપનું હીરાના વેપારમાં કંઇક કરી દેખાડવાનું હતું. એવા મારા અંગત આશાવાદના બળે મને આ મહાનગરે આકર્ષ્યો હતો તે સમયે પણ ધારાવી ભારતના તમામ ભાગની માન્યતાઓ, સંસ્કૃતિઓ અને ભાષાઓની વિવિધતાઓને એક સાથે જીલીને ઓગાળનાર એક પાત્ર હતું. ધારાવીની ગલીઓમાં મેં જોયેલી કઠોર પરિશ્રમની અરાજક્તાથી હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો જ્યાં લગભગ તમામ ભારતીય ભાષાઓ એક સમાન તાકીદ સાથે પડઘાતી હતી. પરંતુ તે અરાજક્તામાં સંયમ  હતો, ધારાવીના આત્મા દ્વારા તે પ્રદાન કરવામાં આવ્યો હતો એવું લાગતું હતું. હું તેને ક્યારેય કોઇ વ્યાખ્યામાં બાંધી  શક્યો નથી પરંતુ બહુ જ મજબૂત રીતે અનુભવ્યો હતો.

ધારાવીની એ મુલાકાત માયાવી અને પરેશાન બન્ને કરનારી હતી. સમુદાયોનો જીવન ટકાવી રાખવા માટેના સંઘર્ષ, સમતા અને  ભરપૂર ખુશીઓએ મને પ્રેરણા આપી હતી.જો કે તેણે મારા મનમાં સવાલની એક ચિનગારી પણ ચાંપી છે:કે શું તેમનું ભાગ્ય ક્યારેય પલ્ટાશે?  આજે મારા આશ્ચર્યમાં કોઇ ઘટાડો થયો નથી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ એપ્રોચ નીચે વિશાળ પેચવર્ક કરેલી રજાઈની જેમ ધારાવીને ફેલાયેલી જોવી એ ફકત માનવીય અનુકૂલન અને વિરોધાભાસી મૂળના વસાહતીઓને અપનાવવાની મુંબઈની તાકાત અને ક્ષમતાની યાદ અપાવે છે એટલું જ નહી, પરંતુ  સાથો સાથ શહેરી અસ્વચ્છતાની સ્થિતિ વચ્ચે રહેતા સમુદાયની પણ એક ગંભીર યાદ અપાવે છે, જેઓ કાયમ માટે તેના પુનરુત્થાનની રાહ જોઈ રહયો છે.

આ પશ્ચાદભૂમિકામાં જ્યારે ધારાવીના નવીકરણ કરવાની આ તકે દસ્તક દીધા ત્યારે મેં તેને બંને હાથે ઝડપી લીધી. હું આ કાર્ય પુરા જોશ સાથે કરવા માંગતો હતો કારણ કે મુંબઈ વિશેની તે મારી પ્રથમ છાપ સાથે અંગત રીતે એક વિશાળ જોડાણ ધરાવે છે અને કદાચ  તેથી જ અતિઉત્સાહમાં અમે અઢી ગણી ઓવર બિડ કરી હતી જે પછીના કરતા સૌથી વધુ હતી.

ગૌરવ અને હેતુનો એક નવો અધ્યાય આલેખવાની શરુઆત થઇ રહી છે. અમારા માટે ગૌરવ, સલામતી અને સર્વસમાવેશક નૂતન ધારાવીનું નિર્માણ કરવાની આ ઐતિહાસિક તક છે.

અમારા માટે આ ફક્ત વ્યવસાયિક પરિયોજના જ નથી પરંતુ તેનાથી પણ અનેકગણો સંવેદનાસભર પ્રકલ્પ છે. સાચું કહું તો આ યોજનાના માધ્યમથી સમાજને એ તમામ પાછું આપવાનો વિનમ્ર પ્રયાસ છે જે અમારા ઉદ્યોગ સમૂહે વિતેલા વરસોમાં સમાજ પાસેથી પ્રાપ્ત કર્યો છે.

આ પુનર્વસન કાર્યક્રમના માધ્યમથી દેશની સંવેદનશીલતાના અભિગમનું નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. આ આપણા બધાના દ્રઢ સંકલ્પ અને પ્રયાસથી અમારા માટે માનવીય ગરીમા, સુરક્ષા અને સર્વસમાવેશકતા ધરાવનારી નૂતન ધારાવીનું નિર્માણ કરવાની એક ઐતિહાસિક તક છે.

અમે આ સંપૂર્ણ અજાણ સફરની શરુઆત સાથે  નિર્ધારીત લક્ષ્યને આંબવા માટે એટલા જ કૃતનિશ્ચયી રીતે આગળ વધવાનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે અમોને આગળના પ્રચંડ પડકારોનો પણ પૂરો અહેસાસ છે. કેટલાક લોકો આ પરિયોજનાની સરખામણી ૧૯૬૦ના દાયકામાં સિંગાપોરની હાઉસિંગ કટોકટીને ઉકેલવા માટે સફળ રહેલા ટ્રેલબ્લેજીંગ પ્રોજેક્ટ સાથે કરે છે પરંતુ ધારાવી ત્રણ કારણોસર તેના પોતાનામાં જ એક અનન્ય પ્રોજેક્ટ છે:

  • સૌપ્રથમ તો તે વિશ્વના સૌથી વિરાટ શહેરી પુનર્વસન અને પુનર્જીવન પ્રોજેક્ટ પૈકીનો એક છે. જેમાં અંદાજે દસ લાખ લોકોનું પુનર્વસન અને પુર્નસ્થાપન કરવામાં આવશે.
  • બીજું, કે આ દરમિયાન ફક્ત રહેણાંકના એકમોનું જ નહીં પરંતુ અલગ અલગ આકાર અને કદના વિવિધ વ્યાપારી પ્રતિષ્ઠાનોનું પણ પુનર્વસન થશે. ધારાવીમાં ખિલી રહેલા વિવિધ અને વિશિષ્ટ વ્યવસાયોના સમગ્ર ઇકોસ્ફિયર અને વ્યાપારી તાણાવાણાનું પુનર્વસન અને પુનઃસ્થાપન કરવામાં આવશે.
  • ત્રીજું કે આ પ્રોજેક્ટનો હેતુ વ્યાપક અને વ્યાપક અને સર્વગ્રાહી   પુનઃવિકાસનો હશે કારણ કે તેમાં પાત્ર અને અપાત્ર બંને નિવાસીઓના આવાસ અને પુનર્વસનની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે.

અમે એક વિશ્વકક્ષાના ઉપનગરનું નિર્માણ કરશું જે આવનારી પેઢીઓ માટે એક મિસાલ અને પ્રેરણાનું કારણ બની રહે. ૨૧મી  સદી ભારતની સદી છે તેના અહેસાસની અનુભૂતિ દુનિયાને આ પરિયોજનાથી થઇ શકશે. ધારાવીના પુનઃવિકાસ અંગે મારી પાસે હાલ ના તો કોઇ ચોક્કસ વિચારો છે કે ના તો કોઇ ધારણા છે, મારી પાસે જે છે તે એક ઉમદા મકસદ છે અને તેના કેન્દ્રમાં ધારાવીના લોકોના માનવ-કેન્દ્રિત પરિવર્તન માટેની પોલાદી મનોકામના છે. તેમના મંતવ્યો અને તેમની લાગણીઓને શક્ય તેટલી વધુમાં વધુ હદ સુધી પ્રતિબિંબિત કરે તેવો બોટમ-અપ આ પ્રોજેક્ટ હશે.

અમે માત્ર ધારાવીના લોકોની જ નહીં પણ શ્રેષ્ઠ બુધ્ધિજીવીઓ અને દરકાર કરનારા તમામ મુંબઈગરાઓ કે જેઓ ધારાવીના પરિવર્તનની આ યાત્રામાં સમાન હિસ્સેદાર છે તેમની ભાવનાઓને જકડી રાખે તેવું એક સંસ્થાકીય મિકેનિઝમ બનાવીશું, જૂની ધારાવીની ઓળખના સત્વને ગુમાવ્યા વિના નવી ધારાવીનું નિર્માણ અમારી ભાવના, દૃઢતા,વિવિધતામાં એકતા, રંગ અને અમારો સંકલ્પ મુંબઈની અલાયદી ઓળખને પ્રતિબિંબિત કરશે.

અમે વિશ્વ કક્ષાનું એક અતિ આધુનિક શહેરનું પણ નવસર્જન કરવા જઇ રહ્યા છીએ. જે ૨૧મી સદીના ભારતને વૈશ્વિક મંચ પર તેનું નવું સ્થાન પ્રસ્થાપિત કરતા પુનરુત્થાનશીલ અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે વિકસતા ભારતની પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરશે કારણ કે ૨૧મી શતાબ્દી ભારતની છે.

ધારાવીના પાત્રતા ધરાવતા રહેવાસીઓ તેમના નવા ઘરોમાં રહેવા જશે એવી પણ મારી અંગત પ્રતિબદ્ધતા છે. તેઓ તેમની નજર સામે તેમના ઘરો ફક્ત બંધાતા જોશે એટલું જ નહીં પરંતુ તેને આકાર આપવામાં પણ તેઓનો અભિપ્રાય રહેશે. તેમના ઘરોમાં જે સુવિધાઓ હાલમાં નથી તેવી ગેસ,પાણી, ગટર વ્યવસ્થા, વીજળી, સ્વચ્છતા અને આરોગ્યસંભાળ તેમજ મનોરંજનની સગવડ અને ખુલ્લી જગ્યા અમે પૂરી પાડશું. તેઓને વિશ્વકક્ષાની હોસ્પિટલ અને એક શાળાની સુવિધા પણ મળશે. અપૂરતી સગવડોની ગઇ ગુજરીની યાદોના સ્થાને  એક નવી ધારાવી નજરે ચડશે જે ગર્વથી ગુંજી ઉઠશે.

પુનર્વસન ઉપરાંત આજીવિકા એક મોટો પડકાર છે. તેને પહોંચી વળવા માટે હાલના માઇક્રો સાહસો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા અને મજબૂત કરવાના ઉપાયો વિચારીને યુવાનો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવા યુગની નોકરીઓને પ્રોત્સાહન આપીને હું ધારાવીને આધુનિક બિઝનેસ હબમાં પરિવર્તિત કરવાનો ઈરાદો ધરાવું છું. ક્ષેત્રીય નિષ્ણાતો અને સભ્ય સમાજની મદદથી બહુ-આંતરીય વ્યૂહરચનાનો ઉપયોગ કરીને તે હાંસલ કરવામાં આવશે. તે કાર્ય કૂશળતાને ઉંચે લઇ જવા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને ઉત્પાદન-આધારિત તેમજ સેવા-આધારિત સાહસિકતા મોડલ માટે સામાન્ય સુવિધા કેન્દ્રો, સંશોધન અને વિકાસ કેન્દ્રો, ડેટા સેન્ટર્સ .તાલીમ કેન્દ્રો, એમએસએમઇ હેલ્પ ડેસ્કનું આ તાલીમ કેન્દ્રો સંયોજન હોઈ શકે છે. ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ (ONDC) ને અનુરૂપ સંગઠિત અને પ્રણાલીગત બજારોની રચના અન્ય અગત્યનું પાસું હોઈ શકે છે.

ધારાવીની કાયાપલટ કરવાનો પ્રયાસ નવો નથી પરંતુ તેનો લગભગ અડધી સદીનો લાંબો ઈતિહાસ છે. આ વખતે અગાઉના અનુભવોના આધારે ટેન્ડર ડિઝાઇનમાં કેટલાક પરિણામલક્ષી ફેરફારોના કારણે બિડર્સની ભાગીદારી અને તેની પૂર્ણતા સફળતાપૂર્વક સુનિશ્ચિત કરી છે. ઉદાહરણ તરીકે આ ટેન્ડર અયોગ્ય ભાડૂતોને પુનર્વસન પૂરું પાડે છે. ધારાવીને અડીને આવેલી ૪૫ એકર રેલ્વે જમીનના સમાવેશથી ઇન-સીટુ પુનઃસ્થાપન અને ડે-ઝીરો પ્રોજેક્ટની શરૂઆત સુનિશ્ચિત થઈ છે.

એ મહત્વનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ પ્રોજેક્ટને આગળ વધવાનો આ દિવસ જોયો ન હોત, પરંતુ મહારાષ્ટ્રની અનુગામી રાજ્ય સરકારો અને રાજકીય પક્ષો તેમજ રેલ્વે જમીન પૂરી પાડનાર વર્તમાન કેન્દ્ર સરકારના અવિશ્વસનીય સમર્થન અને મક્કમ પ્રતિબદ્ધતાના કારણે જ આ પ્રોજેક્ટ ખરા અર્થમાં અમલવારીના માર્ગે આગળ વધશે.

હું અને મારી ટીમ એ બાબતથી સંપૂર્ણ માહિતગાર છીએ કે ધારાવી પ્રોજેક્ટની ડિઝાઇન અને તેના અમલીકરણનો વ્યાપ તેમજ તેના પરિમાણો એક પડકારરૂપ છે.આ પ્રોજેક્ટ અમારી સ્થિતિસ્થાપકતા, અમારી ક્ષમતા અને અમલવારીની અમારી કૂશળતાઓ અને તેની મર્યાદાઓને પણ ચકાસશે તેનો પણ અમોને ખ્યાલ છે. અદાણી ગ્રૂપે વર્ષોથી અનુભવી અને મહેનતુ ટીમ દ્વારા સમર્થિત પરિણામ અને ઉકેલ લક્ષી કાર્યશૈલી વિકસાવી છે. મને વિશ્વાસ છે કે તમામ હિતધારકોના મજબૂત ટેકાથી અમે ઇતિહાસ આલેખશું અને ધારાવી, મુંબઈ અને ભારતને ગૌરવ અપાવીશું.

આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યા બાદ જો માઈક ટાયસન ફરીથી ધારાવીની મુલાકાત લેશે તો તેઓ અગાઉ જોયેલી ધારાવીને ઓળખી શકશે નહીં પરંતુ મને ખાતરી છે કે તે હજી પણ તેના આત્માને હંમેશની જેમ ઉત્સાહિત અને જીવંત જોશે. પરમાત્માની કૃપા થયે, ડેની બોયલ જેવા લોકો શોધી શકશે કે નવી ધારાવી સ્લમડોગ ઉપસર્ગ વિના કરોડપતિઓનું નિર્માણ કરી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code