1. Home
  2. ગુજરાતી
  3. શું બોક્સ ઓફિસ પર વાગ્યો ‘ડંકી’નો ડંકો? જાણો ‘પઠાણ’ અને ‘જવાન’ની સરખામણીમાં કેટલી કરી કમાણી
શું બોક્સ ઓફિસ પર વાગ્યો ‘ડંકી’નો ડંકો? જાણો ‘પઠાણ’ અને ‘જવાન’ની સરખામણીમાં કેટલી કરી કમાણી

શું બોક્સ ઓફિસ પર વાગ્યો ‘ડંકી’નો ડંકો? જાણો ‘પઠાણ’ અને ‘જવાન’ની સરખામણીમાં કેટલી કરી કમાણી

0
Social Share

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ રિલીઝ થયા બાદથી જ તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. છેલ્લા દિવસે ઘણા શો હાઉસફુલ હતા. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ક્રેઝી થતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન માટે લોકોનો ક્રેઝ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શાહરૂખની ફિલ્મથી પહેલા જ દિવસે જંગી કમાણી થવાની આશા હતી. લોકોને લાગતું હતું કે આ ફિલ્મ ‘જવાન’ અને ‘પઠાણ’ના રેકોર્ડ તોડી નાખશે, પરંતુ એવું થયું નહીં. ફિલ્મ કમાણીના મામલામાં ઘણી પાછળ રહી ગઈ છે.

રિપોર્ટ અનુસાર, દેશભરમાં ‘ડંકી’ની કમાણી માત્ર 30 કરોડ રૂપિયા પર જ અટકી ગઈ છે. પહેલા દિવસના અંદાજિત આંકડા પણ કહી રહ્યા હતા કે ફિલ્મ 30 કરોડથી વધુની કમાણી કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે પ્રથમ દિવસની કમાણીના મામલામાં ફિલ્મ ‘જવાન’ અને ‘પઠાણ’ બંનેથી ઘણી પાછળ રહી ગઈ છે. કમાણીની વાત કરીએ તો ‘જવાન’ એ પહેલા દિવસે જ 75 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે ‘પઠાણ’ એ પહેલા દિવસે 57 કરોડ રૂપિયા છાપી દીધા હતા.

આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે ‘ડંકી’ આ બંનેને હરાવી શકશે નહીં. જો કે, આગામી દિવસોમાં કમાણીનો આંકડો ઝડપી ગતિએ વધી શકે છે, કારણ કે આ અઠવાડિયું લાંબુ વીકેન્ડ બનવાનું છે. ક્રિસમસના કારણે આ વીકએન્ડમાં એક સોમવારનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે, એટલે કે શનિવાર અને રવિવાર સહિત ત્રણ દિવસની રજા રહેશે. આવી સ્થિતિમાં તેની અસર કમાણી પર પડવાની જ છે.

‘ડંકી’ રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાનની એકસાથે પહેલી ફિલ્મ છે. દિગ્દર્શકે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકો અને તેમની પરિસ્થિતિની આસપાસ ફરે છે.આ શીર્ષક અપ્રાવસીઓ દ્વારા અપનાવવામાં આવતી એક ટર્મથી સબંધિત છે,જેને ડંકી ફ્લાયના રુપમાં જાણવામાં આવે છે.’ડંકી’નું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે અને ફિલ્મ હિરાણી, અભિજાત જોશી અને કનિકા ધિલ્લોને લખી છે. આ કલાકારોમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ હિરાણી, ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડેએ કર્યું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code