
નવી દિલ્હીઃ ડીજીટલ ઈન્ડિયા હેઠળ મોદી સરકાર ઘણા સમય પહેલા UPI લાવી હતી, પરંતુ હવે મોદી સરકારે બીજી મોટી તૈયારી છે. હવે સરકાર તમામ ઈ-કોમર્સ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે પોતાનું પ્લેટફોર્મ (સરકારી ઈકોમર્સ પ્લેટફોર્મ) પણ લાવી રહી છે, હવે દેશની જનતાની સરકારી વિકલ્પ મળશે. જેથી વપરાશકારોને સારી અને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહેશે. સરકારે દિલ્હી NCR, બેંગલુરુ, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુરના પાંચ શહેરોમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) ના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. સરકારને આશા છે કે આ પણ UPI જેવી ક્રાંતિ લાવવાનું પગલું સાબિત થશે.
ONDC આજે પસંદગીના ગ્રાહકો, વિક્રેતાઓ અને લોજિસ્ટિક્સ પ્રદાતાઓ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલમાં, દિલ્હી NCR, બેંગલુરુ, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુરમાં 150 રિટેલર્સને ઉમેરવાનું લક્ષ્ય છે. આ પહેલનો હેતુ બે મોટી બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપનીઓના વર્ચસ્વને રોકવાનો છે. આ કંપનીઓ દેશના અડધાથી વધુ ઈ-કોમર્સ વ્યવસાયને નિયંત્રિત કરે છે, બજારમાં પ્રવેશ મર્યાદિત કરે છે, થોડા વેચાણકર્તાઓને પ્રાધાન્ય આપે છે અને સપ્લાયર્સનું માર્જિન ઘટાડે છે.
ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT)ના અધિક સચિવ અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ONDC એ ધોરણોનો સમૂહ છે જે વિક્રેતાઓ અથવા લોજિસ્ટિક્સ પ્રદાતાઓ અથવા પેમેન્ટ ગેટવે સ્વેચ્છાએ અપનાવી શકે છે. હાલમાં 80 કંપનીઓ ONDC સાથે કામ કરી રહી છે અને તેઓ એકીકરણના વિવિધ તબક્કામાં છે. આ કંપનીઓ વેચાણકર્તાઓ, ખરીદદારો, લોજિસ્ટિક્સ અથવા પેમેન્ટ ગેટવે માટે તેમની એપ્સ બનાવી રહી છે.