1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનમાં સરકાર બનવાને લઈને ચર્ચાઓ તેજ , સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં
રાજસ્થાનમાં સરકાર બનવાને લઈને ચર્ચાઓ તેજ , સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં

રાજસ્થાનમાં સરકાર બનવાને લઈને ચર્ચાઓ તેજ , સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં

0
Social Share

જયપુર- રાજસ્થાનમાં કોંગ્રેસ ની હાર બાદ ભારતીય જનતા પાર્ટી માં ખુસીનો માહોલ છે ત્યારે હવે સરકાર બનવાને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે મુખ્યમંત્રીને લઈને અનેક લોકોના મનમાં ઘણા સવાલો પણ છે કારણ કે રાજસ્થાનમાં ભાજપ ફરી સત્તા પર આવી ગયું છે.

 રાજસ્થાનમાં સત્તાની કમાન આગામી પાંચ વર્ષ માટે ભાજપના હાથમાં રહેશે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જોરદાર હાર બાદ ભાજપ છાવણીમાં ઉજવણીનો માહોલ છે. ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે.રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકોના પરિણામોમાં ભાજપને 115 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 69 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પણ દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ‘રાજકીય રિવાજ’ અકબંધ રહ્યો. આ વખતે અશોક ગેહલોત ને માત  મળી છે .
રાજ્યમાં  સીએમ ચહેરાને લઈને પાર્ટીમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. . મળતી માહિતી મુજબ, આજે નવા મુખ્યમંત્રીને લઈને દિલ્હીમાં મંથન માટેની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જોશી આજે દિલ્હીની મુલાકાતે  છે. મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચ્યા  છે. 

 રાજ્યમાં સરકારની રચનાને લઈને હલચલ વધુ તેજ થઈ ગઈ છે. આજે સંસદ ભવનમાં બેઠકોનો દોર સતત ચકી રહ્યો  છે. જેને  ધ્યાનમાં રાખીને રાજસ્થાનના પ્રભારી અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી .

રાજસ્થાનના ઘણા વરિષ્ઠ નેતાઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. તે જ સમયે ગજેન્દ્ર સિંહ શેખાવત, બાબા બાલક નાથ અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઓમ બિરલાને મળ્યા હતા. આ સાથે જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભ્ય દળની બેઠક અને નેતાઓની પસંદગી માટે નિરીક્ષકોના નામ પર ચર્ચા થઈ રહી છે. વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code