ગુજરાતી

સતત બીજી વાર ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યથી વધુ કમાણી, ખજાનામાં આવ્યા 85 હજાર કરોડ રૂપિયા

શુક્રવારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યુ છે કે સરકાર નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 85 હજાર કરોડ રૂપિયા એકઠા કરી ચુકી છે. જ્યારે લક્ષ્ય 80 હજાર કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું હતું.

જેટલીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે ચાલુ નાણાંકીય વર્ષ માટે 80 હજાર કરોડ રૂપિયાના લક્ષ્યના મુકાબલે આજે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા મળનારી રકમ 85 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

સરકારે સીપીએસઈ ઈટીએફના પાંચમા હફ્તાથી જ્યાં 9500 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, ત્યારે આરઈસી પીએફસી ડીલથી તેને 14 હજાર 500 કરોડ રૂપિયા મળ્યા છે.

સરકારે આગામી નાણાંકીય વર્ષ માટે 90 હજાર કરોડ રૂપિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક રાખ્યું છે.

રેટિંગ એજન્સીઓ અને ઘણાં આર્થિક વિશ્લેષકો પડકારજનક પરિસ્થિતિ અને બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને ટાંકીને ચાલુ નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવેલા ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યને પૂર્ણ કરવામાં આશંકા જાહેર કરી હતી.

રેટિંગ એજન્સી કેયર રેટિંગ્સે પોતાના રિપોર્ટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 60 હજાર કરોડ રૂપિયા મળવાની આશા વ્યક્ત કરી હતી.

રિપોર્ટ મુજબ, સરકાર નાણાંકીય વર્ષ 2014થી 2017 વચ્ચે ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યના 65 ટકા રકમ એકઠી કરવામાં સફળ રહી હતી. 2014માં સરકાર લક્ષ્યના મુકાબલે 53 ટકા રકમ જ એકઠી કરી શકી હતી.

જો કે નાણાંકીય વર્ષ 2018માં સરકારે નિર્ધારીત લક્ષ્ય 72 હજાર 500 કરોડ રૂપિયાના મુકાબલે લગભગ એક લાખ કરોડ રૂપિયાની રકમ એકઠી કરવામાં સફળતા મેળવી હતી.

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply