1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ
5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ

5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ

0
Social Share

સુરતઃ કેન્દ્ર સરકારે કાપડ પર જીએસટી વધારીને 12 ટકા કરાતા કાપડના વેપારીઓ અને ઉત્પાદકોનો સરકાર સામે વિરોધ ઊભો થયો છે. સુરતમાં અનેક પાવરલૂમ્સ આવેલી છે અને કાપડનો મોટો કારોબાર થાય છે. સુરતના કાપડ અગ્રણીઓનું કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલના દર પ્રમાણે સુરતના કાપડ વેપારીઓ દર વર્ષે લગભગ 1875 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે. પરંતુ હવે 4500 કરોડ રૂપિયાની આસપાસ જીએસટી ભરવો પડશે. નોંધનીય છે કે યાર્ન, ગ્રે અને ફેબ્રિક્સ પર 1 જાન્યુઆરીથી એક સમાન 12 ટકા જીએસટી લાગુ થવાનું નોટિફિકેશન બહાર પડતા વેપારીઓ ચિંતિત  બન્યા છે.

સુરતના કાપડ બજાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આ નોટિફિકેશનને કારણે સૌથી વધારે નુકશાન ટ્રેડર્સને થશે. 12 ટકા જીએસટી સાથે કાપડ વેચવું તેમના માટે પણ એક મોટો પડકાર બની રહેશે. એક સમાન ટેક્સ લાગુ કરવા માટેનું નોટિફિકેશનના કારણે દેશભરના કાપડ વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિવિધ માર્કેટના વેપારીઓ તેના વિરોધમાં એક સાથે ભેગા થઇ રહ્યા છે. દેશની સૌથી મોટી કાપડ માર્કેટ સુરતને ફરી એકવાર આ મામલે આગેવાની કરવી પડશે તેવું પણ લાગી રહ્યું છે. દરેકનો મત એક જ છે કે 12 ટકા જીએસટીમાં વેપાર કરવો મુશ્કેલ છે. જેના વિરોધમાં દેશભરની બધી જ કાપડ માર્કેટ એક મંચ પર આવશે અને જલ્દી તેના પર મિટિંગ કરીને ઇનપુટ લેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત સહિત દેશભરમાં કાપડ ઉધોગકારો સરકારના આ નિર્ણયના વિરોધમાં છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, ફેડરેશન ઓફ ગુજરાત વેલ્ફેર એસોસિયેશન, સુરત મર્કન્ટાઈલ એસોસિયેશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વીવિંગ એસોસિયેશન સહિત ઘણી સંસ્થાઓએ સરકારના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માંગ કરી છે. તમામ સંસ્થાઓનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે કાપડની કિંમતો વધી જશે. જેનાથી રિટેલ વેપાર પર પણ અસર પડશે. સાથે જ બેરોજગારી વધવાની પણ પુરેપુરી સંભાવના છે. ત્યાંજ ભારતનું કાપડ મોંઘુ થવાને કારણે વિદેશોમાં પણ તે સ્પર્ધામાં ટકી શકશે નહિ. આ ઉપરાંત ચીન અને વિયેતનામથી કાપડની આયાત પણ વધશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરતમાં કાપડ બજારમાં સામાન્ય દિવસોમાં રોજના 125 કરોડનો વેપાર થયા છે. સુરતના કાપડ વેપારીઓ અત્યારસુધી રોજના 6.25 કરોડ રૂપિયા જીએસટીના ચુકવતા હતા. પરંતુ હવે રોજ 15 કરોડ રૂપિયા સુરતના વેપારીઓને ચૂકવવા પડશે. વેપારીઓ હવે વાર્ષિક 4500 કરોડ રૂપિયા ચુકવશે. વેપારીઓની મોટી રકમ જામ થઇ જશે. જેના કારણે સમસ્યા ઉભી થશે. તેવામાં બધા લોકોએ એકસાથે આવીને કેંદ્ર સરકારને આ સમસ્યા બતાવવી જ પડશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code