1. Home
  2. revoinews
  3. અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા ચકલીના માળા પાણીના કુંડા અને ફૂડ ફીડરનું વિતરણ
અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા ચકલીના માળા પાણીના કુંડા અને ફૂડ ફીડરનું વિતરણ

અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા ચકલીના માળા પાણીના કુંડા અને ફૂડ ફીડરનું વિતરણ

0
Social Share

ભુજ, 23 માર્ચ, 2026 – Distribution of bird nests આધુનિક યુગમાં વધતી જતી કોન્ક્રીટ વસાહતો, મોબાઈલ ટાવરો અને વધુ પડતો જીવજંતુનાશક દવાઓના ઉપયોગના કારણે પશુ પક્ષીનું જીવન દુષ્કર થઈ રહ્યું છે અને દિવસે અને દિવસે પશુ પક્ષીને પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે.

આ કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓ પાણી માટે તરફડી રહ્યા છે ત્યારે ગામે ગામ ચકલીના ઘર પાણીનાં કુંડા અને માળા વગેરેનું વિતરણ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ઘણા સમયથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહેલા પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભુજ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જુબેલી ખાતે પાંચસો ચકલી ઘર, અઢીસો ફૂટ ફીડર , બસ્સો પાણીના કુંડા નો વિતરણ કરવામાં આવ્યું હતું.

Distribution of bird nests 
Distribution of bird nests

ધોમધખતા તાપમાં અબોલ પશુઓ અને પક્ષીઓ પાણી શોધતા અને તરફડતા હોય ત્યારે આ અબોલ જીવોને સાતા પહોંચાડવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા આવા જીવ દયાનાં કાર્યો માટે ગુરુદેવશ્રીની સતત પ્રેરણા મળતી રહે છે અને જીવદયાનાં ઉતમકાર્યો થતાં રહે છે. આ સેવા કાર્યમાં પૂર્વીદીદી, બીનાદીદી, હેતલદીદી, ભાવનાદીદી, રૂપલ દીદી અને ધર્મેન્દ્રસિંહ, હર્ષદભાઈ નિર્મલ, હિરેનભાઈ, ઓજસભાઈ, વેલજી દાદા, પ્રદીપભાઈ, હાર્દિકભાઈ દોશી, હાર્દિકભાઈ મહેતા, મનીષભાઈ, શ્રેયાંશભાઈ, હિંમતભાઈ આનંદભાઈ, ધનંજયભાઈ, નીતિનભાઈ, રમેશભાઈ, વિરલભાઈ, કિશનભાઇ અને તુલસીભાઈ એમ પચ્ચીસથી વધારે ગુરૂ ભક્તો સેવા કાર્યમાં જોડાયેલાં હતાં અને સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ ભુજ તાલુકાના નાના રેહા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી

આ પણ વાંચોઃ ભુજની અંતરા ભટ્ટને બ્રહ્મ નારીશક્તિ સન્માન-ર૬નું બિરૂદ એનાયત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code