1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આવતીકાલે ગુજરાતનો ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” જાહેર થશે
આવતીકાલે ગુજરાતનો ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” જાહેર થશે

આવતીકાલે ગુજરાતનો ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” જાહેર થશે

0
Social Share

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21 મે, 2023ના રોજ ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે ગુજરાતનો પ્રથમ “ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” (જિલ્લા સુશાસન સૂચકાંક) જાહેર કરશે. આ સૂચકાંક ગુજરાત સરકારે ભારત સરકારના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગ (DARPG) સાથે તૈયાર કર્યો છે, જેમાં નૉલેજ પાર્ટનર તરીકે હૈદરાબાદની સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ સંસ્થાએ કામ કર્યું છે. આ સૂચકાંક અહેવાલ ત્રણ દિવસીય 10મી ચિંતન શિબિરના સમાપન સત્રમાં જાહેર થશે. ચાલુ વર્ષે ચિંતન શિબિર ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે યોજાઈ છે.

ગુજરાતે GGI 2021 (ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ, 2021)માં GGI 2019ની સરખામણીમાં 12.3 ટકાની સંવર્ધિત વૃદ્ધિ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે DGGI ગુજરાતની ફોર્મ્યુલા બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

DGGI જિલ્લા સ્તરે વહીવટી માપદંડોમાં અદ્યતન વહીવટી સુધારા પ્રસ્તુત કરે છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં વહીવટી માપદંડોનો સૂચકાંક 10 ક્ષેત્રોમાં 65 સંકેતો અંતર્ગત 126 ડેટા પોઇન્ટ પર આધારિત છે. આ વહીવટનાં સ્તરનો તાગ મેળવવા તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હાથ ધરેલા વિવિધ કાર્યક્રમોની અસર જાણવા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એકસમાન માધ્યમ છે. આ રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રમાં હાલ રહેલી ખામીઓને દૂર કરવા, આ માટે યોજના બનાવવા અને નિર્ણય લેવા માટે મદદરૂપ થવા ઉપયોગી માર્ગદર્શન પ્રદાન કરશે એવી અપેક્ષા છે. રેન્કિંગ તમામ જિલ્લાઓ વચ્ચે નાગરિક કેન્દ્રિત વહીવટ અને સુશાસન પૂરું પાડવા તેમના પ્રયાસોમાં સ્વસ્થ સ્પર્ધા ઊભી કરશે.

આ ઇન્ડેક્સમાં કૃષિ અને સંલગ્ન, વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન વિકાસ, જાહેર આરોગ્ય, જાહેર માળખું અને સુવિધાઓ, સામાજિક કલ્યાણ અને વિકાસ, નાણાકીય સર્વસમાવેશકતા અને સશક્તિકરણ, ન્યાયિક અને જાહેર સલામતી, પર્યાવરણ, નાગરિક કેન્દ્રિત વહીવટ પાસાઓને આવરી લેવામાં આવેલ છે , તદુપરાંત સંપૂર્ણ ઇન્ડેક્સમાં જીલ્લા આધારિત નવસારી આગળ છે ત્યારબાદ રાજકોટ અને અમદાવાદ નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, “જ્યારે જનકેન્દ્રિત વહીવટ હોય છે, જ્યારે વિકાસલક્ષી વહીવટી હોય છે, ત્યારે તે સમસ્યાઓનું સમાધાન કરવાની સાથે શ્રેષ્ઠ પરિણામો પણ આપે છે. સુશાસનમાં જનતા પ્રત્યે જવાબદારીની ભાવના રહેલી હોય છે. જો કોઈ રાજ્યમાં એક જિલ્લો સારી કામગીરી અને એ જ રાજ્યમાં અન્ય જિલ્લાઓ સારી કામગીરી ન કરે, તો પછી એની પાછળનું વાસ્તવિક કારણ સુશાસનમાં ફરક હોય છે.”

છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન DARPGએ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2019, ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021, NeSDA 2019, NeSDA 2021, DGGI જમ્મુ અને કાશ્મીર તથા હવે DGGI ગુજરાત જાહેર કરીને વહીવટી વ્યવસ્થામાં માપદંડ સમાન અદ્યતન સુધારાઓ સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code