
શું તમે પણ ટિનાઈટસ અનુભવો છો, તો જાણો તેને લગતી આ વાત, શું ટિનાઈટસ ?
- કાનમાં સિટી વાગવાની સમસ્યા
- જેને ટિનાઈસસ કહેવાય છે
- અનેક કારણો જવાબદાર છે તેના પાછળ
કેટલાક લોકોને રાત્રે સુતા વખતે કાનમાં સિટી વાગતી હોય તેવો સાઉન્ડ આવતો હોય છે જો કે આ બાબત સામાન્ય લાગતી હોય છે પણ ઘણી વખત તે જોખમી સાબિત થઈ શકે છે.રાત્રે સૂતી વખતે અચાનક કળતર, ઘંટડી, સીટી વગેરે જેવી સમસ્યા ઘણા લોકોને થતી હોય છે. જો કે વિશ્વમાં લગભગ 740 મિલિયન લોકો આ સમસ્યાથી પીડિત હોય છે.
આ સ્થિતિને ટિનીટસ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ કોઈ રોગ નથી પરંતુ કાનની બીમારીનું લક્ષણ છે.ટિનાઈટસ કાનમાં સાંભળવાની ચેતાની ખામીને કારણે સર્જાય છે. આવી સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે વ્યક્તિ ખૂબ લાંબા સમય સુધી ઊંચા અવાજમાં ગીતો સાંભળી રહી હોય છે.અથવા ખૂબ ઘોંઘાટમાં લાંબો સમય રહી હોય છે.જો કે ક્યારેક ટિનાઈટસની સમસ્યા બેક્ટેરિયલ અથવા વાયરસના ચેપને કારણે પણ થાય છે.
જો તમને વધુ પડતા ધ્વનિ પ્રદૂષણ અથવા વધુ પડતા અવાજને કારણે આવા અવાજો આવે છે, તો તે એટલું ખતરનાક નથી અને તમને થોડા દિવસોમાં તેનાથી રાહત પણ મળી જશે.
બીજી તરફ, જો ટિનીટસ 20 થી 30 ડેસિબલથી ઉપર હોય અને તમે લાંબા સમય સુધી આવા અવાજો સાંભળી રહ્યા હોવ તો તે કાનની કોઈ બીમારીની નિશાની છે. ક્યારેક કાનમાં સીટી વગાડવી, કળતર થવી એ પણ હૃદય અને મગજના રોગના લક્ષણો છે.તો આવી સમસ્યામાં તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.