1. Home
  2. ગુજરાતી
  3. શું તમે પણ વોડાફોનનું કાર્ડ ઉપયોગ કરો છો? તો જાણી લો આ માહિતી અને તરત જ લો એક્શન
શું તમે પણ વોડાફોનનું કાર્ડ ઉપયોગ કરો છો? તો જાણી લો આ માહિતી અને તરત જ લો એક્શન

શું તમે પણ વોડાફોનનું કાર્ડ ઉપયોગ કરો છો? તો જાણી લો આ માહિતી અને તરત જ લો એક્શન

0
Social Share

જીયો માર્કેટમાં આવ્યા પછી અન્ય કંપનીઓના ભુકા નીકળી ગયા છે તેવું પણ કહી શકાય છે. જીયોના આવ્યા પછી વોડાફોન-આઈડિયાને તો મર્જ થવાનો સમય આવી ગયો, અને હવે આવામાં વોડાફોન કંપનીને લઈને જાણકારી મળી રહી છે કે હજુ પણ કંપનીમાં આ પ્રકારના નિર્ણય લેવાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીનું નેટવર્ક નવેમ્બરથી બંધ થઈ શકે છે. વોડાફોન આઈડિયાએ ઈન્ડસ ટાવર્સનું લગભગ રૂ. 7,000 કરોડનું દેવું છે. ઇન્ડસ ટાવર્સે (Indus Towers) ધમકી આપી છે કે જો કંપની વહેલી તકે તેના લેણાંની ચુકવણી નહીં કરે તો નવેમ્બરથી તેને ટાવર્સમાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને આનાથી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea)ના 25.5 કરોડ ગ્રાહકોની મુશ્કેલીઓ વધી શકે છે.

સોમવારે જ ઇન્ડસ ટાવર્સની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં કંપનીની નાણાકીય સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડસ ટાવર્સ પર વોડાફોન આઇડિયાના લગભગ રૂ. 7,000 કરોડનું દેવું છે. રિલાયન્સ જિયો અને એરટેલ પછી વોડાફોન આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. પરંતુ કંપનીની નાણાકીય સ્થિતિ સારી નથી અને તે ભારે દેવાનો સામનો કરી રહી છે.

જૂનના અંતે કંપની પર રૂ. 1.98 લાખ કરોડનું દેવું હતું. તેમાંથી રૂ. 1.16 લાખ કરોડ ડિફર્ડ પેમેન્ટ બાકી છે જ્યારે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પર રૂ. 15,200 કરોડનું દેવું છે. કંપની પાસે રોકડ રકમના રૂપમાં માત્ર 860 કરોડ રૂપિયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code