
શિયાળામાં લાઈટબિલ વધી જાય છે? તો હવે આ રીતે કરો બચત
શિયાળો આવે ને મોટાભાગના લોકોના ઘરના બિલ વધી જતા હોય છે.કેટલાક લોકોને આ વાત વિશે જાણ હોતી નથી કે આવું કેમ થાય છે પણ મોટા ભાગના લોકો એવા પણ હોય છે જે લોકોને આ કારણે આર્થિક તકલીફ પણ આવી જતી હોય છે. કારણ હોય છે કે જાન્યુઆરી મહિનામાં સતત ઘટી રહેલા તાપમાનના કારણે ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેના કારણે લોકો પોતાના ઘરમાં રૂમ હીટર, ગીઝર, વોટર હીટરનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેથી તે ધ્રૂજતી ઠંડીથી બચી શકે.
જો તમે હંમેશા પાણી ગરમ કરવા માટે લોખંડનો સળિયા અથવા ગીઝરનો ઉપયોગ કરો છો, તો અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ તેનો ઉપયોગ કરશો નહીં અને ગેસ પર પાણી ગરમ કરો. આની મદદથી તમે વીજળીની ઘણી હદ સુધી બચત કરી શકો છો.
વર્ષ 2022 માં જાન્યુઆરી મહિનામાં વીજળીની મહત્તમ માંગ 5,104 મેગાવોટ હતી અને 2021 માં તે 5,021 મેગાવોટ હતી. જોકે, 2020માં તે 5,343 મેગાવોટ હતી. ઉત્તર દિલ્હીમાં વીજળીનું વિતરણ કરતી ટાટા પાવર ડીડીએલના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના વિસ્તારમાં વીજ માંગ રેકોર્ડ 1,646 મેગાવોટ હતી.