1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દૂરદર્શનનો સ્થાપના દિવસઃ દેશની 90 ટકા જનતા સુધી પહોંચનારુ એક માત્ર માધ્યમ
દૂરદર્શનનો સ્થાપના દિવસઃ દેશની 90 ટકા જનતા સુધી પહોંચનારુ એક માત્ર માધ્યમ

દૂરદર્શનનો સ્થાપના દિવસઃ દેશની 90 ટકા જનતા સુધી પહોંચનારુ એક માત્ર માધ્યમ

0
Social Share

ભારતને આઝાદી મળ્યાનાં 12 વર્ષ બાદ 15 સપ્ટેમ્બર 1959 નાં દિવસે દેશની પ્રથમ લોક પ્રસારણ ચલચિત્ર ચેનલ દુરદર્શનની સ્થાપના કરાઈ. દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર દ્વારા દુરદર્શનનાં પ્રસારણની શરૂઆત કરાઈ હતી. 15 ઓગસ્ટ 1965 નાં દિવસે 5 મિનીટના નિયમિત ન્યુઝ બુલેટીનની શરૂઆત કરનાર દુરદર્શન આજે 24 કલાક પ્રસારણ કરી રહ્યુ છે.1975 સુધી માત્ર 7 શહેર સુધી સિમીત દુરદર્શન આજે દેશની 90 % જનતા સુધી પહોંચી ગયુ છે.દુરદર્શન માત્ર લોક પ્રસારણનું જ માધ્યમ નથી પરંતુ લોકોના જીવનનું એ અભિન્ન અંગ પણ બની ચુક્યુ છે.

સ્થાપનાનાં 62 વર્ષ બાદ દુરદર્શન પોતાના સફરમાં રોજ નવી સિધ્ધીઓ હાંસલ કરી રહ્યુ છે.વર્ષ 1972માં અમૃતસર અને મુંબઈ એમ માત્ર બે જગ્યાએથી લોક પ્રસારણની શરૂઆત દુરદર્શને આજે રાષ્ટ્રીય સ્તરથી લઈ પ્રાદેશીક ભાષાઓનાં પ્રસારણમાં પોતાની પકડ જમાવી દીધી છે.વર્ષ 1976 માં ઓલ ઈંડિયાથી છુટા પડ્યા બાદ વર્ષ 1982માં દુરદર્શને રાષ્ટ્રીય પ્રસારણની શરૂઆત રંગીન ચલચિત્રનાં સ્વરૂપે કરી.વર્ષ 1982માં એશિયાઈ ખેલનું પ્રસારણ લોકો સુધી રંગીન ચલચિત્ર થકી પહોંચાડ્યુ. 23 નવેમ્બર 1997માં પ્રસાર ભારતીની રચના થઈ. અને ત્યારબાદ દુરદર્શનનું પ્રસારણ પ્રસાર ભારતી થકી થવા લાગ્યુ. આ સાથે જ વર્ષ 2003માં ડીડી ન્યુઝની શરૂઆત, વર્ષ 2004માં નિશુલ્ક ડીટીએચ સેવા, વર્ષ 2015માં ખેડૂતો માટે ડીડી કિસાન ચેનલ અને વર્ષ 2020માં કોરોનાકાળ દરમિયાન રેટ્રો ચેનલ શરૂ કરવામાં આવી.

આજે પણ પળ પળ બદલાતી દુનિયામાં દુરદર્શન લોકો વચ્ચે પોતાની વિશ્વસનિયતા બનાવી રાખવામાં સફળ થયુ છે. વાત કરીએ દુરદર્શન કેન્દ્ર અમદાવાદની તો સમાચાર કક્ષની સાથે વેબ ન્યુઝ રૂમનું નિર્માણ કરનાર દુરદર્શન અમદાવાદે વર્તમાન સમય અનુરૂપ પોતાને ઢાળ્યુ છે. વેબરૂમનાં નિર્માણ સાથે દુરદર્શન અમદાવાદ ડીજીટલ સમાચારોની દુનિયામાં પોતાની વિશ્વસનિયતા સાથે લોકોના હદયમાં સ્થાન બનાવી રહ્યુ છે. ડીડી ન્યુઝ ગુજરાતી વેબ ચેનલ થકી ઈંન્ટરનેટનાં માધ્યમથી તમને સમાચાર પીરસી રહ્યું છે. જીંદગી કાફે અને આપણા મુદ્દા જેવા માહિતીસભર કાર્યક્રમ થકી દુરદર્શન અમદાવાદ લોકપ્રિયતાનાં નવા આયામ સર કરી રહ્યુ છે..

સંચાર અને ડીજીટલ ક્રાંતિનાં આ યુગમાં દુરદર્શને પોતાને નવી આધુનિક ટેકનિક અપનાવી પોતાને સમય અનુસાર ઢાળી દીધુ છે.લોક પ્રસારણની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવવામાં પણ દુરદર્શન સફળ રહ્યુ છે.દેશની રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ચેનલોની મદદથી આજે દેશનું સૌથી મોટુ બ્રોડકાસ્ટર દુરદર્શન પરિવાર આગળ પણ પોતાની સેવા આપતુ રહેશે.

(DD News Gujarati)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code