1. Home
  2. revoinews
  3. ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO
ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

0
Social Share
  • GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર આયોજિત આ હેલ્થ પાંચ દિવસમાં યોજવામાં આવી 

અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ gastroenterology problems GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત હેલ્થ સમિટમાં ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર, 2025 સુધી GCCI હોસ્પિટલ એન્ડ મેડિકલ કમિટીના સહયોગથી એક હેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું થીમ હતું, “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”.

આ સમિટ અંતર્ગત ચોથા દિવસે 18 ડિસેમ્બર, 2025ના સત્રમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “ગટ હેલ્થ, હાઇ પર્ફોર્મન્સ – ડાઈજેશન, ઇમ્યુનિટી, અને લાઇફસ્ટાઇલ ટ્રીગર્સ” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Elevating Health Awareness with Leaders in Medicine
Elevating Health Awareness with Leaders in Medicine at GCCI

GCCIના સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધી, માનનીય ખજાનચી શ્રી ગૌરાંગ ભગત તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આ સમિટમાં હાજર રહ્યા હતા.

સ્વાગત સંબોધનમાં સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા આયોજિત “Elevating Health Awareness with Leaders in Medicine” શીર્ષક હેઠળ યોજાઈ રહેલા GCCI હેલ્થ સમિટ માટેની આગ્રહપૂર્ણ અને દૃષ્ટિપૂર્ણ પહેલની પ્રશંસા કરી હતી. તેમણે આવા સમયોચિત પ્રયાસો વેપાર-ઉદ્યોગના   સમુદાયમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા, પ્રતિરોધાત્મક આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવા તથા સમગ્ર સમુદાયની સુખાકારી મજબૂત બનાવવા માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે તે ઉપર ભાર મૂક્યો હતો.

Elevating Health Awareness with Leaders in Medicine at GCCI
Elevating Health Awareness with Leaders in Medicine at GCCI

બિઝનેસ વુમન કમિટી (BWC)ના સભ્ય CA શિખા અગ્રવાલએ પ્રતિષ્ઠિત ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારીનો ઔપચારિક પરિચય સભાસમક્ષ રજૂ કર્યો હતો.

સભાને સંબોધતા ડૉ. સુધાંશુ પટવારીએ યોગ્ય આહારની આદતોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ તથા સક્રિય જીવનશૈલી જાળવવા માટે ખોરાકની ગુણવત્તા અને માત્રા બંને કેટલા આવશ્યક છે તે સમજાવ્યું હતું. તેમણે જીવનશૈલીને અસર કરતી મહત્ત્વપૂર્ણ બાબતો અંગે સંક્ષિપ્ત માહિતી આપી અને દૈનિક જીવનમાં સ્વસ્થ આદતો કેવી રીતે અપનાવી શકાય તે અંગે સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે પાચન પ્રક્રિયામાં નાના આંતરડાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર ખાસ ભાર મૂક્યો હતો તથા H. pylori, પેટમાં ગેસ (ફ્લેચ્યુલન્સ) અને ડકાર જેવી સામાન્ય પાચન સંબંધિત સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી હતી. બિઝનેસ વુમન કમિટી (BWC)ના સભ્ય મિસ. ઋતવી વ્યાસે આભાર વિધિ કરી હતી.

આ પણ વાંચોઃ

“માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માટેની માર્ગદર્શિકા મળતી નથી” ડૉ. પાર્થિવ મહેતા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code