1. Home
  2. ગુજરાતી
  3. DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું
DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું

DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું

0
Social Share

નવી દિલ્હીઃ સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART) સિસ્ટમનું 01 મે, 2024ના રોજ લગભગ 0830 કલાકે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું. SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઇટ-વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ભારતીય નૌકાદળની એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ વધારવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.

આ કેનિસ્ટર-આધારિત મિસાઈલ સિસ્ટમમાં અનેક અદ્યતન પેટા-સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમ કે બે-સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ, પ્રિસિઝન ઈન્ર્શિયલ નેવિગેશન સિસ્ટમ વગેરે. આ સિસ્ટમ પેરાશૂટ-આધારિત રિલીઝ સિસ્ટમની સાથે પેલોડ તરીકે અદ્યતન હળવા વજનના ટોર્પિડોને વહન કરાવે છે.

મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. આ પરીક્ષણમાં સપ્રમાણ વિભાજન, ઇજેક્શન અને વેગ કંટ્રોલ જેવી કેટલીક અત્યાધુનિક મિકેનિઝમ્સને માન્ય કરવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે SMARTના સફળ ફ્લાઇટ-ટેસ્ટ માટે DRDO અને ઉદ્યોગના ભાગીદારોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું “પ્રણાલીનો વિકાસ આપણી નૌકાદળની શક્તિને વધુ વધારશે.”

ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને R&Dના સચિવ તેમજ DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સમગ્ર SMART ટીમના સિનર્જિસ્ટિક પ્રયાસોની પ્રશંસા કરી અને તેને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવાના નિર્દેશ આપ્યા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code