
રાજઘાની દિલ્હીના કાલકાજી મંદિરમાં લાગૂ કરાયો ડ્રેસ કોડ, આ પ્રકારના વસ્ત્ર પહેરીને આવવા પર પ્રતિબંઘ લાગૂ
દિલ્હીઃ- દેશભરના કેટલાક મંદિરો હવે વસ્ત્રોને લઈને સખ્ત બન્યા છએ,જો કે સાઉથના મંદિરોમાં તો પહેલાથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંઘ હતો જ જો કે હવે દેશના જાણીતા અને પ્રાચીન એવા જૂદા જૂદા મંદિરના ટ્રસ્ટ દ્રારા પણ આ કવાયત હાથ ઘરવામાં આવી રહી છએ ત્યારે હવે દિલ્હીના જાણીતા મંદિર માટે પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજઘાની દિલ્હીના કાલકાજી મંદિરમાં હવે સ્ત્રી અને પુરુષો માટે ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં દર્શન કરવા પર પ્રતિબંઘ મૂક્વામાં આવ્યો છે.પ્રસિદ્ધ કાલકાજી મંદિરમાં માતા રાણીના દર્શન કરવા માટે ભક્તોએ યોગ્ય કપડાં પહેરવા હવે ફરિજીયાત બન્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર કાલકાજી મંદિરમાં ભક્તો માટે ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે. આ સંદર્ભે મંદિરના સંચાલક દ્વારા નોટિસ જારી કરવામાં આવી ચૂકી છે કે મંદિરમાં આવતા ભક્તોએ માત્ર યોગ્ય કપડાં પહેરીને જ દર્શન કરવાની પરવાનગી આપવામાં આવશે.
જારી કરવામાં આવેલા ડ્રેસ કોડ હેઠળ પુરૂષ ભક્તો કોઈ પણ વ્યક્તિ ટ્રાઉઝર, ધોતી અને પાયજામા સાથે શર્ટ અને ટી-શર્ટ પહેરીને માતાના દર્શન કરવા આવી શકે છે. બીજી તરફ મહિલાઓ સાડી, બ્લાઉઝ સાથે હાફ સાડી અને પાયજામા સાથે ચૂરીદાર પહેરીને આવી શકે છે.
જો કાલકાજી મંદિરની વાત કરવામાં આવે તો તે એક શક્તિપીઠ છે. અહીં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જો ભક્તો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે છે, તો તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.હવે યોગ્ય વસ્ત્ર પહેરવા જરુરી બન્યું છે.
વઘુ વિગત પર ધ્યાન કરીએ તો મંદિરની સમિતિએ નિર્ણય કર્યો છે કે પશ્ચિમી વસ્ત્રો પહેરીને આવનારાઓએ બહારથી માતા રાણીના દર્શન કરવા પડશે. કાલકાજી મંદિરની વેબસાઈટ અનુસાર, કાલકાજી મંદિરમાં ભક્તો માટે જારી કરાયેલ ડ્રેસ કોડ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લાગૂ કરાયો છે. મંદિરના પ્રવેશદ્વારની બહાર જ આને લગતું માહિતી બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે જેથી દર્શનાર્થીઓને અગવડતા ન પડે.