1. Home
  2. ગુજરાતી
  3. હવે ડ્રોન વૉર મામલે દેશની તાકાત થશે બમણી – ‘એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ’ના વિકાસ માટે અમેરિકા સાથે થયો કરાર
હવે ડ્રોન વૉર મામલે દેશની તાકાત થશે બમણી – ‘એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ’ના વિકાસ માટે અમેરિકા સાથે થયો કરાર

હવે ડ્રોન વૉર મામલે દેશની તાકાત થશે બમણી – ‘એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ’ના વિકાસ માટે અમેરિકા સાથે થયો કરાર

0
Social Share
  • ડ્રોન વોરનો સરદાર બનશે ભારત
  • અમેરિકા સાથે ALUAV નિમાર્ણ માટે થયો મોટો સમજોતો

 

દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણયે સેનાને મજબૂત બનાવવા અનેક મોરચે તૈયારીઓ કરી રહ્યું છે, પુરતા સાધનોથી સેનાોને સજ્જ કરવામાં આવી રહી છે ત્યારે ભારતની તાકાત વધુ બમણી કરવાની તૈયારીને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે, મળતી માહિતી પ્રમાણે ભારત અને અમેરિકાએ એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ એટલે કે ડ્રોનના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.જેથી હવે ડ્રોન વૉર મામલે ભારતની તાકાત બમણી થશે.

આ કરાર બંને દેશો વચ્ચે સંરક્ષણ અને લશ્કરી સહયોગને વિસ્તૃત કરવા માટે આ એક અન્ય મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ  ઝડપથી વધી રહ્યો છે. આવનારા સમયમાં હવાઈ શક્તિથી ચાલતા ડ્રોનનું મહત્વ જોવા મળશે

આ બાબતને લઈને સંરક્ષણ મંત્રાલયે વિેલા દિવસને શુક્રવારે કહ્યું કે એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ માટે પ્રોજેક્ટ કરાર  પર 30 જુલાઈએ ડિફેન્સ ટેક્નોલોજી અને ટ્રેડ ઈનિશિયેટિવ હેઠળ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.. મંત્રાલયે તેને ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંરક્ષણ ટેકનોલોજી સહયોગ માટેનું મહત્વનું પગલું ગણાવે છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ માટે પ્રોજેક્ટ કરાર સંરક્ષણ મંત્રાલય અને યુએસ સંરક્ષણ મંત્રાલય વચ્ચે સંશોધન, વિકાસ, પરીક્ષણ અને મૂલ્યાંકન એમઓયુ હેઠળ આવે છે, જે પ્રથમ જાન્યુઆરી 2006 માં હસ્તાક્ષર થયા હતા. જાન્યુઆરી 2015 માં નવી સમીક્ષા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના તરફથી એર વાઈસ માર્શલ નર્મદેશ્વર તિવારી, આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ અને યુએસ એરફોર્સના એરફોર્સ સિક્યુરિટી આસિસ્ટન્ટના ડિરેક્ટર બ્રિગેડિયર જનરલ બ્રાયન આર બ્રુકબેયર દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ કરારનો મુખ્ય ઉદ્દેશ સહયોગી ટેકનોલોજી વિનિમયને પ્રોત્સાહન આપવાનો અને ભારતીય અને અમેરિકી સૈન્ય દળો માટે ભાવિ તકનીકોના સહ-ઉત્પાદન અને સહ-વિકાસની તકો તરફ નેતૃત્વનું સતત ધ્યાન દોરવાનો રહ્યો છે.

એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ ના સહ-વિકાસ માટેના પ્રોજેક્ટ કરારની દેખરેખ હવાઈ સિસ્ટમો પર સંયુક્ત કાર્યકારી જૂથ દ્વારા કરવામાં આવે છે.ડીટીટીઆઈ માટે આ એક મોટી સિદ્ધિ છે. પ્રોજેક્ટ કરારમાં એરફોર્સ રિસર્ચ લેબોરેટરી, ભારતીય વાયુસેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનવચ્ચે એએલયુએવી પ્રોટોટાઇપ રૂપરેખા તૈયાર કરવા માટે સિસ્ટમોની ડિઝાઇન, વિકાસ, પ્રદર્શન, પરીક્ષણ અને મૂલ્યાંકન માટે સહયોગની કલ્પના કરવામાં આવી છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code