1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં ચૂંટણીને લીધે હવે લગ્નના વરઘોડા અને ડીજે વગાડવા તંત્રની મંજુરી લેવી પડશે
બનાસકાંઠામાં ચૂંટણીને લીધે હવે લગ્નના વરઘોડા અને ડીજે વગાડવા તંત્રની મંજુરી લેવી પડશે

બનાસકાંઠામાં ચૂંટણીને લીધે હવે લગ્નના વરઘોડા અને ડીજે વગાડવા તંત્રની મંજુરી લેવી પડશે

0
Social Share

પાલનપુરઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ સમયગાળા દરમિયાન લગ્નગાળાની સીઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠશે. રાજ્યામાં 24 નવેમ્બરથી લગ્નગાળાની શરૂઆત થઈ રહી છે. જે 14 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લીધે લગ્નમાં વરઘોડા યોજવા અંગે વહીવટી તંત્ર દ્વારા જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા છે. તે મુજબ લગ્ન સમારોહના આયોજન સાથે જોડાયેલા પરિવારે સાદા કાગળ પર અરજી અને કંકોત્રી જોડીને મંજૂરી માંગવાની રહેશે. બનાસકાંઠામાં અંદાજિત 2 હજાર કરતાં વધુ લગ્ન યોજાશે. જોકે લગ્નમાં બેન્ડબાજા માટે અગાઉથી નોંધણી કરાવી ફરજિયાત છે જેને લઇ જે તે પ્રાંત અધિકારીની કચેરીમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સૂત્રોના જમાવ્યા મુજબ બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે. ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. લગ્નના વરઘોડા તેમજ ડીજે વગાડવા માટે પણ હવે તંત્રની મંજુરી લેવી પડશે. બહારગામથી જાન લઈને આવનારા પરિવારે પણ આવી મંજૂરી લેવી ફરજીયાત છે. પાલનપુર પ્રાંત ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદારએ જણાવ્યું હતું કે  વરઘોડા માટે પરમિશન લેવા હેતુસર સાદા કાગળમાં અરજી અને કંકોત્રી જોડીને આપવાની હોય છે, ત્યારબાદ  અત્રેની કચેરી દ્વારા જે તે પોલીસ સ્ટેશનમાં પોલીસ અભિપ્રાય માટે પત્ર મોકલવામાં આવે છે. અને ત્યાંથી એક જ દિવસમાં શેરો મારી અને પત્ર પાછો આવી જાય છે અને અરજદારને બીજા દિવસે પરમિશન મળે છે. જ્યારે સાઉન્ડની પરમિશન માટે મામલતદાર કચેરીમાં અલગથી અરજી કરવી પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ  અગાઉ ઓનલાઇન એપ્લિકેશન કરવાની હતી જે ના બદલે હવે ઓફલાઈન અરજી કરવામાં આવી રહી છે. જોકે ગામડાઓમાં વાહન વ્યવહાર અંગે મુશ્કેલી સર્જાતી ન હોવાથી મોટાભાગના ગ્રામજનો મંજૂરી મેળવવાનું ટાળે છે. ડીસા પાલનપુર જેવા શહેરમાં મુખ્ય માર્ગ પરથી વરઘોડા નીકળવાના હોવાથી મામલતદાર કચેરીમાંથી ડીજે સાઉન્ડ  માટે તેમજ  પ્રાંતની કચેરીમાંથી વરઘોડાની મંજૂરી લાવામાં આવતી હોય છે. જે ઘરમાં લગ્ન હોય તેમને જો મુખ્ય માર્ગ પરથી વરઘોડો કાઢવાનો હોય તેવા કિસ્સામાં વરઘોડાની પરમિશન માટે પ્રાંત કચેરીમાં જાય છે જેઓ પોલીસ સ્ટેશનમાં અભિપ્રાય માટે મોકલે છે અને પોલીસ અભિપ્રાયમાં ટ્રાફિકમાં મુશ્કેલી ન સર્જાય તે પ્રકારના સમય મુજબ પરમિશન આપવામાં આવતી હોય છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code