1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિવાળીના તહેવારોને લીધે એસટી નિગમને ઘી-કેળા, બુકિંગ કરનારા પેસેન્જરોને સંખ્યા બમણી થઈ
દિવાળીના તહેવારોને લીધે એસટી નિગમને ઘી-કેળા, બુકિંગ કરનારા પેસેન્જરોને સંખ્યા બમણી થઈ

દિવાળીના તહેવારોને લીધે એસટી નિગમને ઘી-કેળા, બુકિંગ કરનારા પેસેન્જરોને સંખ્યા બમણી થઈ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોને લઈને જાહેર પરિવહન સેવામાં ટ્રાફિક વધી રહ્યો છે. જેમાં એસટીએ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. અને એસટીમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોની સંખ્યા સતત વધી રહી છે. જો કે ગત વર્ષે 2020માં કોરોનાને પગલે એસટી બસમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તેમ છતાં ઓક્ટોબર 2020 દરમિયાન એસટી બસમાં એક દિવસમાં ઓનલાઈન બુકિંગ કરાવનારા લોકોની સંખ્યા મહત્તમ 23,598 નોંધાઈ હતી. જેની સામે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા અને બસોનું સંચાલન યથાવત થતાં ઓક્ટોબર 2021માં એક દિવસમાં ઓનલાઈન બુકિંગ કરાવનારાની સંખ્યા વધીને 47697 નોંધાઈ હતી. મોબાઈલથી બુકિંગ કરાવનારાઓની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી છે.

રાજ્યમાં દિવાળીના તહેવારોમાં ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટીની એક્સ્ટ્રા બસો દોડાવવાનું યોજન કર્યું છે. જેમાં 56 પેસેન્જરો ગૃપમાં બુકિંગ કરાવશે તો એસટી બસ પેસેન્જરોને પોતાના ગંતવ્ય સ્થળ ગામડાં સુધી મુકવા માટે જશે. હાલ આદિવાસી વિસ્તાર પંચમહાલ, દાહોદ, લૂણાવાડા સહિતના વિસ્તારોમાં જવા માટે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરામાં વસવાટ કરતા શ્રમિકો પણ હવે પોતાના વતન જવા માટે ગૃપ બુકિંગ કરાવી રહ્યા છે. કોરોના પહેલા મહત્તમ લોકો દિવાળી સમયે બસમાં એડવાન્સ બુકિંગ કરાવતા હતા. જેમાં એક દિવસમાં મહત્તમ બુકિંગ 45 હજારથી 50 હજાર સુધી નોંધાતું હતું. પરંતુ કોરોનાને કારણે બુકિંગ ઘટી ગયું હતું. ગત વર્ષે 2020માં ઓક્ટોબરમાં એક દિવસમાં 1406એ ઓનલાઈન, 4982એ મોબાઈલથી, 7276એ એજન્ટ પાસેથી જ્યારે 9,858 લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. જેનાથી નિગમને કુલ 51.24 લાખની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે ઓક્ટોબરમાં 4791એ ઓનલાઈન, 12754એ મોબાઈલથી, 15600એ એજન્ટ પાસેથી તેમજ 14552 લોકોએ કાઉન્ટર પરથી એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. જેનાથી નિગમને 1.02 કરોડ રૂપિયાની આવક થઈ છે.

દિવાળીના તહેવારમાં પેસેન્જરોનો ધસારો જોતા એસટી નિગમે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય બસ સ્ટેન્ડથી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ અને સુરતથી સૌથી વધુ બસો સૌરાષ્ટ્ર, પંચમહાલ, ગોધરા તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લા મથકો માટે દોડાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code