 
                                    ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઈ-સેવા કેન્દ્ર શરૂ કરાયું, હવે ઈ-મેઈલ દ્વારા કેસની માહિતી મળશે
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઇ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો અને પક્ષકારોના સમયનો બચાવ થશે. અરજદારોએ હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હાઇકોર્ટ સુધી નહીં જવું પડે. તેઓ માય કેસ સ્ટેટસ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતા ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ કરી શકશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે આ ઇ સેવા કેન્દ્ર આર્શીવાદ રૂપ બની રહેશે. હાઇકોર્ટમાં અરજી કરવા, કેસની તારીખ જાણવા કે કેસનું સ્ટેટસ જાણવું હોય તો આ ઇ સેવા કેન્દ્ર થકી મળી રહેશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ-મેઈલ દ્વારા કેસ વિશેની માહિતી આપવાનો પ્રથમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ સિવાય રાજ્યની તાલુકા કક્ષા સુધીની તમામ કોર્ટ માં સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. રાજ્યના કોઇપણ ઇ સેવા કેન્દ્ર પરથી રાજ્યની હાઇકોર્ટથી લઈને ગમે તે બોર્ડની case status ની માહિતી મેળવી શકાશે. કાનૂની સલાહ માટે પણ અલગથી એક વિન્ડો બનાવવામાં આવી છે જા લોકોને કાનૂની સહાય વિશેની માહિતી આપવામાં આવશે. અમદાવાદમાં સીટી સિવિલ કોર્ટમાં પણ પ્રાયોગિક ઇ સેવા કેન્દ્ર શરૂ કરાશે. આ સાથે જ હાઇકોર્ટનો ઈ-મેઈલ દ્વારા કેસની માહિતી આપવાનો પ્રયાસ છે. આ માટે એન્ડ્રોઇડ અથવા iOS પ્લેટફોર્મ પર ઇ-કોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

