
ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા નોંધાઈ
- ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 6.0 મી તીવ્રતા
- લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
દિલ્હી:ઈન્ડોનેશિયાની ધરતી આજે સવારે જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર સવારે 6.53 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે.વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
ઈન્ડોનેશિયા ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. સમયાંતરે ભૂકંપના જોરદાર આંચકાઓને કારણે જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે.2004માં ભૂકંપના જોરદાર આંચકા બાદ આવેલા સુનામીના મોજાએ અહીં વ્યાપક વિનાશ સર્જ્યો હતો.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.