1. Home
  2. ગુજરાતી
  3. રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ
રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ

0
  • દિલ્હીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા
  • દિલ્હીમાં અનેક વખત આવા આંચકાઓ આવી ચૂક્યા છે

દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત બની રહી છે ,જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ સતત આચંકાઓ આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ અનેક વખત ભૂકંપના  સામાન્ય આચંકાઓ અનુભવાયા છે ત્યારે આજરોજ ફરી એક વખત દિલ્હીની ઘરા ઘ્રુજી ઉઠી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મંગળવારને બપોરના 2 વાગ્યેને 30 મિનિટ બાદ આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આંચકા અનુભવાયા હતા. નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં નોઁધાયું છે.

ભૂકંપના આચંકાઓ જોરદાર હોવાથી લોકો હચમચી ગયા હતા એડધી મિનિટ સુધી ઘરતી હલતી જોવા મળી હતી જેને લઈને ઘરમાંથી લોકો બહાર આવી ગયા હતા અનેક લોકોએ આ આંચકાઓ અનુભવ્યા છે.

આ સાથએ જ એવી પણ માહિતી સામે આવી રહી છે કે  દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના જોશીમઠ અને રામનગરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.