1. Home
  2. ગુજરાતી
  3. નેપાળમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા,આટલી હતી તીવ્રતા

નેપાળમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા,આટલી હતી તીવ્રતા

0
Social Share
  • નેપાળમાં ભૂકંપના આંચકા
  • સવારે 4.38 કલાકે આવ્યો ભૂકંપ 
  • 3.6 ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી: નેપાળમાં 8 વર્ષના સૌથી ભયાનક ભૂકંપના બે દિવસ બાદ ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. આજે સવારે 4.38 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર આ ભૂકંપ નેપાળના કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના ભયાનક ભૂકંપ બાદ નેપાળની ધરતી સતત ધ્રૂજી રહી છે.

શુક્રવારના ભૂકંપના એક દિવસ બાદ નેપાળમાં ગઈકાલે ફરી 4.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જેણે ભારે વિનાશ સર્જ્યો હતો. જાજરકોટ જિલ્લામાં શનિવારે બપોરે 3.40 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, આફ્ટરશોક 4.2ની તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર રામીદાંડા હતું. શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ આ આંચકો અનુભવાયો હતો.

નોંધનીય છે કે નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે દેશના અંતરિયાળ પર્વતીય વિસ્તારમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા હતા અને 160થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે સેંકડો મકાનોને નુકસાન થયું હતું. 2015 પછી નેપાળમાં આ સૌથી વિનાશક ભૂકંપ છે.2015 પછી પશ્ચિમ નેપાળમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ હતો. ભૂકંપના કારણે હિમાલયના દેશના અંતરિયાળ વિસ્તારોમાં સેંકડો મકાનોને નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 500 કિમી દૂર જાજરકોટ જિલ્લામાં હતું. ભારત-નેપાળ સરહદની નજીક હિમાલયની તળેટીમાં સ્થિત નેપાળગંજ, કાઠમંડુ કરતાં ભૂકંપગ્રસ્ત વિસ્તારની નજીક છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code