1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.0ની નોંધાઈ તીવ્રતા
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.0ની નોંધાઈ તીવ્રતા

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.0ની નોંધાઈ તીવ્રતા

0

દિલ્હી : ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુરુવારે સાંજે 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્ર ભચાઉ નજીક હતું. જિયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR) એ આ જાણકારી આપી. ગાંધીનગર સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે ભૂકંપ સાંજે 6.40 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ભચાઉથી 19 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

આ ક્ષેત્રમાં 17 મેના રોજ ભૂકંપ પણ આવ્યો હતો, જેની તીવ્રતા 4.2 હતી. જિલ્લા પ્રશાસને જણાવ્યું કે આજના ભૂકંપ બાદ જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. કચ્છ જિલ્લો ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિઓથી ભરેલો ‘ઉચ્ચ-જોખમ ઝોન’ છે અને તે તૂટક તૂટક ઓછી તીવ્રતાના ધરતીકંપો માટે સંવેદનશીલ છે.

2001માં કચ્છના ભુજમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જે છેલ્લી બે સદીઓમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. ત્યારબાદ 13,800 લોકોએ જીવ ગુમાવ્યા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.