
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 નોંધાઈ
શ્રીનગરઃ- દેશના પહાડી રાજ્યોમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે જમ્મુ કાશ્મીર ,ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાચતલ એવા રાજ્યો છે જ્યા ભૂકંપના સામાન્ય આચંકાઓ આવતા રહેતા હોય છે ત્યારે આજરોજ ષનિવારે જમ્મુ કાશ્મીરમાં ફરી ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગથી 184 કિલોમીટર દૂર આ ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપની ઊંડાઈ 129 કિલોમીટર નોંઘાઈ છે.
જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા રહેતા હોય છે . થોડીક સેકન્ડો માટે આવેલા આ આંચકાઓને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, ક્યાંયથી પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. આ આંચકાઓ બાદ લોકોમાં ભૂકંપને લઈને ગભરાટનો માહોલ છે.
tags:
Jammu KAshmir