
કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,2.7ની તીવ્રતા નોંધાઈ
- કચ્છમાં બપોરે અનુભવાયો ભૂકંપનો આંચકો
- 2.7ની નોંધાઈ તીવ્રતા
- કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ
ભુજ: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. કચ્છમાં આજે બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલુ છે.આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
આ પહેલા પણ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 12.16 કલાકે ખાવડા નજીક 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ 35 કિમી દૂર નોર્થ વેસ્ટ બાજુ નોંધાયુ હતુ.
3 જુલાઈ 2023ના રોજ વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો કચ્છના રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ હતુ.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.