
તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.1ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી: તાજિકિસ્તાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે તાજિકિસ્તાનમાં આજે સાંજે 4.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે,દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે.હજુ બે દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 5:15 વાગ્યે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર પાંચ કિલોમીટર ઊંડે હતું.
આ પહેલા 28 એપ્રિલે નેપાળમાં મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 જણાવવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળના બાજુરા જિલ્લાના દહાકોટમાં જણાવવામાં આવ્યું હતું. નેપાળના સ્થાનિક સમય અનુસાર, ભૂકંપનો પહેલો આંચકો લગભગ 12 વાગ્યે આવ્યો હતો.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.