
ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોંધવામાં આવી
દહેરાદૂનઃ ઉત્તરાખંડ કે જ્યાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે આજરોજ ગુરુવારે ફરી એક વખત ઉત્તરકાશીની ઘરતી ઘ્રુજી ઉઠી હતી.અહી અવાનર નવાર આ પ્રકારના આંચકાઓ આવવાની ગટના બહનતી રહેતી હોય છે.
ત્યારે ગુરુવારના રોજ ફરી ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.ભારતીય સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર મોડી રાતે 2 વાગ્યે આસપાસ ભૂકંપ આવ્યો હતો.
આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોંધવામાં આવી હતી. જો કે આ ભૂકંપ સામાન્ય હોવાથી કોઈ નુકસાનના અહેવાલ નથી. તે જ સમયે, ભૂકંપનું કેન્દ્ર મોરી હેઠળના સાંકરીના સિંગાતુર રેન્જના જંગલ વિસ્તારમાં જમીનથી પાંચ કિમી નીચે હતું.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના સિસ્મોલોજિસ્ટ્સ અનુસાર, ઉત્તરાખંડ ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ઝોન ચાર અને પાંચમાં છે. તેથી જ ભૂકંપની ઘટનાઓ વારંવાર જોવા મળી રહી છે.