1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-NCR સહીત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચંકા-તીવ્રતા 5.7 નોંધાઈ
જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-NCR સહીત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચંકા-તીવ્રતા 5.7 નોંધાઈ

જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-NCR સહીત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચંકા-તીવ્રતા 5.7 નોંધાઈ

0
Social Share
  • જમ્મુ -કાશ્મીરની ઘરe ઘ્રુજી
  • દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના આચંકા
  • રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધાઈ
  • કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા મહિનાઓથી દેશના વિવિઘ ભઆગોમાં ભૂકંપ આવવાની ઘટનાો સામે આવી રહી છે,ત્યારે આજરોજ શનિવારે સવારે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અંદાજે આજે સવારે 9 વાગ્યેને 50 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.

શનિવારે સવારે દિલ્હી-એનસીઆર અને જમ્મુ-કાશ્મીરના નોઈડાના તમામ જિલ્લાઓમાં ભૂકંપના આંચકા આવતા જ લોકોમાં ભય જોવા મળ્યો હતો જેને લઈને લોકો ઘરની બહાર આવી ગયા હતા.

દિલ્હી-એનસીઆરમાં લોકોએ લગભગ 15-20 સેકન્ડ સુધી ધરતી પર કંપનનો અનુભવ કર્યો હતો તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા. તો બીજી તરફ નોઈડામાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશમાં નોંધાયું હતું. અત્યારસુધીમાં ક્યાંય પણ જાનહાની અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 9:45 વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code