1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં બીટ ખાવાથી ત્વચાને લગતી સમસ્યામાંથી મળે છે છુટકારો
ઉનાળામાં બીટ ખાવાથી ત્વચાને લગતી સમસ્યામાંથી મળે છે છુટકારો

ઉનાળામાં બીટ ખાવાથી ત્વચાને લગતી સમસ્યામાંથી મળે છે છુટકારો

0
Social Share
  • બીટ ઉનાળામાં ત્વચાનું રક્ષણ કરે છે
  • બીટ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ગરમીના કારણે જાણે શરીરમાં એનર્જી ઘટવા લાગે છે, શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે ત્યારે આવા સમયે આપણે આપણા ફૂડ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે,આહારમાં શું ખાવું જોઈએ તે ખાસ ધ્યાન રાખવું, ઉનાળામાં બીટનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

  • ઉનાળામાં બીટ ખાવાથી ત્વચા સુંદર બને છે,કારણ કે બીટનું સેવન આપણી ત્વચામાં નિખાર લાવે છે.
  • બીટમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે, હાઈ ન્યુટ્રીશન વેલ્યુ, શરીર પાણી જાળવી રાખે છે.
  • જો તમારું હિમોગ્લોબીન ઓછું હોય બીટ ખાવું જોઈએ જેથી તેનું પ્રમાણ જળવાઈ રહે અને ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે
  • બીટ અનેક વિટામિન અને મિનરલથી ભરપુર હોય છે. જે આપણા શરીર માટે ખુબ જરૂરી તત્વો પૂરું પાડે છે. આ પોટેશિયમ અને ફોલેટનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. એમાં હાજર નાઇટ્રેટ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કરાવે છે.
  • બીટનું જ્યુસ કાયમ પીવાથી કાર્ડિયોવસ્ક્તયુલર ડિસીઝ એટલે હ્ર્દય સાથે જોડાયેલા રોગોનું જોખમ ઓછું થાય છે.
  • જ્યારે ખુબજ ગરમીના કારણે ત્વચામાં જલન થતી હોય ત્યારે બીટની પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવી દસ મિનિટ બાદ ચેહરો ઠંડા પાણીથી ધોઈ લેવો…જેનાથી ફેસ પર ઠંડક થઈ જાય છે
  • બીટમાં નાઇટ્રેટ, નાઇટ્રેટ ઓક્સાઇડમાં બદલીને રક્ત વાહિનીઓને ડાઈલેટ કરવાનું કામ કરે છે, જે બ્લડ પ્રેસરને ઓછું કરે છે અને ઉનાળાની ગરમીથી શરીરને રક્ષણ આપે છે

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code