1. Home
  2. ગુજરાતી
  3. આફ્રિકન દેશ ગુયાનામાં ઇબોલાને મહામારી તરીકે જાહેર કરાઈ, અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત
આફ્રિકન દેશ ગુયાનામાં ઇબોલાને મહામારી તરીકે જાહેર કરાઈ, અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત

આફ્રિકન દેશ ગુયાનામાં ઇબોલાને મહામારી તરીકે જાહેર કરાઈ, અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત

0
Social Share
  • ગુયાનામાં ઇબોલાને મહામારી તરીકે કરાઈ ઘોષિત
  • અત્યાર સુધીમાં ત્રણ લોકોના નિપજ્યા મોત
  • અન્ય ચાર લોકો થયા સંક્રમિત
  • વેક્સીન માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંપર્ક
  • હાઇ એલર્ટ પર છે અધિકારી

દિલ્લી: આફ્રિકન દેશ ગુયાનામાં ઇબોલાને મહામારી તરીકે ઘોષિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જયારે અન્ય ચાર લોકો સંક્રમિત થયા છે. લીબેરીયાની સીમા પાસે ગુઉકીમાં અંતિમ સંસ્કારમાં જનારા સાત લોકોની પણ અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી.તે લોકોને ઝાડા, ઉલટી અને બ્લીડીંગ થવા લાગ્યું હતું. આ વાતની જાણકારી દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ પ્રકારની સ્થિતનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમોને માનતા ગુયાના સરકારે ઇબોલાને મહામારી ઘોષિત કરી દીધી છે.

સ્વાસ્થ્યમંત્રી રેમી લમાહએ જણાવ્યું કે, આ મોત બાદથી અધિકારી ખુબ જ ચિંતિત છે. આવું ગુયાનામાં 2013-2016 સુધી ફેલાયેલી મહામારી બાદ પહેલી વખત થઇ રહ્યું છે. પશ્ચિમ આફ્રિકામાં આ વાયરસથી 11,300 લોકો માર્યા ગયા હતા. મોટા ભાગના કેસ ગુયાના,લીબેરીયા અને સિયરા લીઓનથી સામે આવ્યા હતા. સરકારી સ્વાસ્થ્ય એજન્સી એએનએસએસએ જણાવ્યું હતું કે, ઇબોલા સંક્રમણની પુષ્ટિ માટે બીજા રાઉન્ડમાં પરિક્ષણ કરવામાં આવ્યું છે,અને સ્વાસ્થ્યકર્મી કેસનું ટ્રેસિંગ અને લોકોને આઇશોલેશન કરવા પર કામ કરી રહી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગુયાનામાં ઇબોલાની વેક્સીન માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.ગયા વર્ષમાં વેક્સીને બીમારીનો ખાત્મો કરવા માટે ઘણી મદદ કરી હતી.તો સંગઠનની આફિકન ક્ષેત્રીય નિર્દેશક ડોકટર Matshidiso Moeti એ કહ્યું કે, ગુનાયામાં ઇબોલાના કેસ મળવા ખુબ જ ચિંતાની વાત છે.ગુનાયામાં સ્વાસ્થ્યકર્મીઓની ટીમ ઝડપથી વાયરસના કેસને ટ્રેસ કરવા અને સંક્રમણને આગળ વધવાથી રોકવા પર કામ કરી રહી છે.તેમણે કહ્યું કે, ડબ્લ્યુએચઓ ટેસ્ટીંગ,કોન્ટેક ટ્રેસિંગ અને સારવાર જેવી જરૂરી ગતિવિધિયોમાં પ્રશાસનની મદદ કરી રહ્યું છે.

ગુનાયાથી બાજુમાં આવેલા લીબેરીયામાં રાષ્ટ્રરતિ જ્યોર્જ વિયાહએ દેશના સ્વાસ્થ્ય અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવાનું કહ્યું છે.તેમણે પાડોશી દેશમાં ઇબોલાના કેસ મળ્યા બાદ વધુ કડક રહેવા કહ્યું છે.આ સિવાય પાડોશી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો પણ ઘણા પ્રકારના સંક્રમણોનો સામનો કરી ચુક્યા છે. દેશમાં સામે આવેલા સંક્રમણને ખત્મ થવાના ત્રણ મહિના બાદ પહેલા જેવી સ્થિતિ પાછી લાવવાની જાણકારી ડબ્લ્યુએચઓએ ગુરુવારે આપી હતી. આ દેશમાં નવેમ્બરમાં ચાર કેસ થયા બાદ છ મહિના માટે મહામારી ઘોષિત કરી હતી. રોગને નિયંત્રણમાં રાખવા માટે 40 હજારથી વધુ લોકોને ઇબોલા વેક્સીન આપવામાં આવી હતી. જેમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code