1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીસ પર ઈડી એ કરી મોટી કાર્યવાહી- 7 કરોડથી વધુની મિલકત જપ્ત કરી
બોલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીસ પર ઈડી એ કરી મોટી કાર્યવાહી- 7 કરોડથી વધુની મિલકત જપ્ત કરી

બોલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીસ પર ઈડી એ કરી મોટી કાર્યવાહી- 7 કરોડથી વધુની મિલકત જપ્ત કરી

0
Social Share
  • જેક્લિન ફર્નાન્ડીસ પર ઈડી એ કરી મોટી કાર્યવાહી
  • અભિનેત્રીની 7 કરોડની વધુની મિલકત જપ્ત કરી

દિલ્હીઃ- અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે ઈડી એ મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીની સાત કરોડથી પણ વધુની સંપત્તિ ઈડી દ્રારા જપ્ત કરવામાં આવી છે. EDએ 7 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ અને પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે, જે ગુનાની કાર્યવાહીથી મેળવી હતી, આ ગિફ્ટ્સ અને પ્રોપર્ટી સુકેશ ચંદ્રશેખરે  તેને આપી હતી.

ઉલ્લેખનીય છે કે 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી કોનમેન સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે તપાસ ચાલી રહી હતી,તેઓની  અંગત તસવીરો વાયરલ થયા બાદ બંને વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા. તે જ સમયે, ઘણા દિવસોથી લાઈમલાઈટથી અંતર બનાવી રહેલી જેકલીનની આ મામલે મુશ્કેલીઓ હવે ફરી વધી છે,ઈડીએ તેવી સંપ્તિ જપ્ત કરી લીઘી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનેત્રી જેક્લિનને ઈડીએ ઘણી વખત તપાસના ઘેરામાં લીધી હતી  ઈડીના સમન્સની અવગણના કરીને તેની સમક્ષ હાજર થવાની દરકાર નહોતી કરી.ત્યારે છેવટે હવે જેક્લિન સામે કાર્યવાહી કરવામાં આવી છે.આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે ઈડી કેસના મુખ્ય આરોપી ચંદ્રશેખર અને તેની એકટર પત્ની લીના મારિયા પોલ સામે ફર્નાન્ડીસને રૂબરૂ કરીને તેનું નિવેદન ફરી નોંધવા માગે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code