
બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સબંધી અર્પિતા મુખર્જીના ઘરે ED ના દરોડા- કરોડો રુપિયા રોકડા અને 5 કિલો સોનુ જપ્ત કરાયું
- અર્પિતા મુખર્જીના ઘરે ED ના દરોડા
- 28.90 કરોડ રોકડા અને 5 કિલો સોનુ જપ્ત કરાયું
દિલ્હીઃ- સમાચારની હેડલાઈનમાં અર્પિતા મુખર્જી છવાયેલી જોવા મળી રહી છે, બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સંબંધી અર્પિચા મુખર્જીના ઘરે ઈડીએ રેડ પાડી હતી તે દરમિયાન કરોડો રુપિયા રોકડા અને કેટલાક કિલો સોનું મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે.ઉલ્લેખનીય છે કે શિક્ષક ભરતી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળના મંત્રી બં પાર્થ ચેટરજીની ઘરકપડ કરવામાં આવી ત્યાર બાદ તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના બીજા ઘર પર ઈડીએ બુધવારે દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન ઈડીને અર્પિતાના ઘરેથી પણ નોટોનો ખજાનો મળ્યો છે. ઈડી એ આ ઘર પર લગભગ 18 કલાક દરોડા પાડ્યા હતા, જેમાં 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળી આવ્યું હતું.સૂત્રોનું કહેવું છે કે અન્ય ઘરમાંથી પણ બિનહિસાબી નાણાં મળ્યા બાદ નોટો ગણવા માટે ચાર બેંક કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા. 5 કાઉન્ટીંગ મશીન મુકવામાં આવ્યા હતા.જો કે હાલ આ રકમ વધઈ પણ શકે છે.
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આખી રાત નોટોની ગણતરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સોનાના દાગીના અને બિસ્કિટ પણ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઈડી એ અર્પિતાના અન્ય એક ઘર પર દરોડા પાડ્યા હતા.
બુધવારે બેલઘોરિયાના બે ફ્લેટ પર પૂછપરછ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. એકમાંથી આશરે રૂ. 22 કરોડની રોકડ અને સોનું મળી આવ્યું હતું. અહેવાલો કહે છે કે અર્પિતા મુખર્જીએ દાવો કર્યો હતો કે પાર્થ ચેટર્જીએ તેના ઘરનો ઉપયોગ “મિની બેંક” તરીકે કર્યો હતો.
મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગસ્ટ સુધી ઈડી ની કસ્ટડીમાં છે. ધરપકડ બાદ તપાસ એજન્સીના અધિકારીઓએ પાર્થને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. શિક્ષણ ભરતી કૌભાંડ અંગે તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતે ઈડી નું કહેવું છે કે અર્પિતાના ઘરેથી મળેલી રકમ એજ્યુકેશન રિક્રુટમેન્ટ સ્કેમ દ્વારા કમાયેલી રકમ છે.કહેવામાં આવી રહ્યું છે કે આજે સવાર સુધી 50 કરોડ જેટલી રકમ જપ્ત કરવામાં આવી છે જે આગળ વધી પમ શકે છે.