
એક્તા કપૂરનો 46મો જન્મ દિવસ, વાંચો સફળતા માટે આપેલી તેમની કૂર્બાનીઓ વિશે
- એક્તા કપૂરનો આજે 46મો જન્મદિવસ
- અનેક ટીવી સીરિયલો એકતા કપૂરે બનાવી
- સફળતા માટે આપી અનેક કૂર્બાની
મુંબઈ: અનેક ટીવી સીરિયલ બનાવીને અને તેમાં લોકોને પસંદ આવે તેવુ કંટેન્ટ આપીને લાખો મહિલાઓના દિલ પર રાજ કરનારી એકતા કપૂર પોતાનો આજે 46મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેમણે સમયની સાથે સાથે હંમેશા નવું કંન્ટેન્ટ લોકોને આપ્યું છે.
જો વાત કરવામાં આવે એકતા કપૂરના જીવનની તો એક સમયે 22 વર્ષની ઉંમરે લગ્નના સંબંધમાં બંધાવા માગતી હતી પણ સફળતાના પંથે એવી રીતે દોડ્યા કે લગ્નનો વિચાર પછી તેમના મગજમાં આવ્યો નહી.
એક સમયે એવું પણ થયું હતું કે જ્યારે એકતા કપૂરને તેમના પિતા એટલે કે જીતેન્દ્રએ કહ્યું હતું કે કા તો લગન કરી લો અથવા કામ કરો અને કમાઓ. આ વાતને એકતા કપૂરે એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવી હતી અને આગળ તે પણ જણાવ્યું કે તેમના પિતા જીતેન્દ્રએ તેમને પોકેટ મની સિવાય બીજુ કાંઈ આપશે નહી તેવું પણ કહ્યું હતું. અને પછી પૈસા કમાવા માટે તેમણે એક એડ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
એકતા કપૂરના જીવનનો પહેલો શો તેમનો પોતાનો શો ત્યારે શરૂ થયો જ્યારે તેઓ 19 વર્ષના હતા. તેમના પહેલા શોનું નામ હમ પાંચ એવું હતું. અને આના રાઈટ્સ ઝીટીવીને વેંચવામાં આવ્યા હતા અને તેમાં કેટલા અંશે સફળતા મળતા તેમણે પોતાના શો બનાવવાનું શરૂ કરી દીધું હતું અને હજુ સુધી પાછળ ફરીને જોયું નથી.