
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચે ઘોષણા કરી છે કે લોકસભા ચૂંટણી પોતાના નિર્ધારીત સમયે થશે.

મુખ્ય ચૂંટણી કમિશનરને જ્યારે ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ચૂંટણીના કાર્યક્રમ મામલે પુછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યુ છે કે ચૂંટણી સમયસર જ થશે.
જાણકારી મુજબ, ચૂંટણી પંચ માર્ચના પહેલા સપ્તાહમાં તારીખોનું એલાન કરે તેવી શક્યતા છે.
મહત્વપૂર્ણ છે કે પ્રવર્તમાન લોકસભાનો કાર્યકાળ આગામી ત્રણ જૂને સમાપ્ત થશે. તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ચૂંટણી ક્યા મહિનામાં અને કેટલા તબક્કામાં કરાવવામાં આવશે, તેના નિર્ધારણની પ્રક્રિયાને શરૂ કરી દીધી છે.
2004માં 29 ફેબ્રુઆરીએ ચાર તબક્કામાં ચૂંટણી યોજવાનું ચૂંટણી પંચે એલાન કર્યું હતું. 2009માં બીજી માર્ચે પાંચ તબક્કામાં અને 201માં પાંચમી માર્ચે નવ તબક્કામાં લોકસભાની ચૂંટણી કરવાની ઘોષણા કરી હતી. ગત ત્રણેય લોકસભા ચૂંટણીઓ એપ્રિલથી મે માસના બીજા સપ્તાહ સુધીમાં સંપન્ન થઈ હતી.